Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ગોંડલના જય પઢીયારે ભણતરના ભારની કે અન્ય કારણોસર આપધાત કર્યો? તપાસ શરૂ

મૃતક છાત્ર જયના પરિવારજનોનું આજે વિગતવાર નિવેદન લેવાશે : પીઆઇ જે.જે. જાડેજા

ગોંડલ ,તા.૧૯:ગોંડલ નાની બજાર નાગર શેરીમાં રહેતા અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા કિશોરે ફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટનામાં  કિશોરે ભણતરના ભારથી કે કોઈ અન્ય કારણોસર આત્મહત્યા કરી તે અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા જય વિશાલભાઈ પઢીયાર ઉંમર વર્ષ ૧૪ કોઈ અગમ્ય કારણોસર પોતાના દ્યરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી. દ્યટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જય બે ભાઈ અને એક બહેનના પરિવારમાં નાનો હતો, તેના પિતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થઈ ગયેલું છે, માતા આંગણવાડીમાં કામ કરી દ્યર ગુજરાન ચલાવી રહ્યા છે, જય સવારે નિત્યક્રમ મુજબ શાળાએ ગયો હતો અને રિસેસ બાદ દ્યરે આવી ને સ્કુલ બેગ મુકી તુરત જ ગળાફાંસો ખાઇ લીધો હતો.

સંગ્રામસિંહજી હાઇસ્કુલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ એચ આઈ પંડયાએ જણાવ્યું હતું કે શિક્ષિકા મીનાબેન રામાણીના ગુજરાતીના પિરિયડમાં જય બેંચ પર માથું રાખી સુઈ ગયો હતો ત્યારે તેને ઉઠાડવામાં આવ્યો હતો બાદમાં આખો પિરિયડ ધ્યાનથી પણ બેઠો હતો જયારે રીશેષ બાદ કરી શાળાએ આવ્યો ન હતો જયારે દ્યટના અંગે માહિતી શાળાને મળતા સંકુલમાં શોક ફેલાયો હતો. માત્ર ૧૪ વર્ષની વયના કિશોરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા શહેરભરમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.કૂદની દરમિયાન આ ઘટના અંગે ગોંડલના પીઆઇ જે.જે. જાડેજાએ જણાવ્યું હતું કે આપઘાતનું કારણ જાણવા જયના પરિવારજનોનું વિગતવાર નિવેદન લેવાશે. સ્કુલમૉ પણ સંબંધિતોનું નિવેદન લેવાશે.

(11:47 am IST)