Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કુતિયાણા પાસે છકડો રિક્ષા પલટી મારી જતા ચાલકનું મોત

પોરબંદર તા.૧૯ : કુતિયાણા નજીક રીક્ષા બે કાબુ થતા પલટી મારી જતા રીક્ષા ચાલક રાજુ ભગાભાઇ કરમટા રે. મેવાસાવાળાનું મોત નીપજયું હતું.આ બનાવની કુતિયાણા પોલીસને મેવાસાના લક્ષ્મણભાઇ પાંચાભાઇ મોરીએ જાણ કરીને જણાવેલ કે મેવાસાના રિક્ષા ચાલક રાજુ ભગાભાઇ પોતાની રીક્ષા (નં. ર૯પર) લઇને જઇ રહેલ ત્યારે કાબુ ગુમાવતા રીક્ષ પલટી મારી જતા ચાલકનું મોત નિપજયું હતું.

(11:47 am IST)