Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શનિવારે વિજયભાઇ જૂનાગઢમાં: યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું ખાતમુર્હુત

૯૮ કરોડના ખર્ચે નવું બિલ્ડીંગ બનશેઃ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ૪જી ટેબલેટનું વિતરણઃ વિવિધ પ્રોજેકટના ખાતમુર્હુત તથા લોકાર્પણઃ કાર્યક્રમની વિગત આપતા નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી

જુનાગઢ તા.૧૯: આગામી તારીખ ૨૩/૧૧/૨૦૧૯, શનિવારના રોજ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ  રૂપાણીનાં વરદ હસ્તે ૯૮ કરોડનાં ખર્ચે આકાર લેનાર ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી-જૂનાગઢનાં નવા બિલ્ડૉગનું ખાતમુહૂર્ત ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ (બીલખા રોડ) ખડીયા ખાતે રાખવામાં આવવ્યુ છે. સરકારશ્રી દ્વારા યુનિવર્સિટીને નવું બિલ્ડૉગ બનાવવા માટે તથા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ ડેવલપ કરવા માટે ર૨૭ એકર જેટલી જગ્યા આપવામાં આવી છે. આ જગ્યા ઉપર લેટેસ્ટ ટેકનોલોજીથી સજજ શિક્ષણલક્ષી અને સંસ્કારલક્ષી પ્રવૃતિઓ માટે પ્રકૃતિનાં ખોળે વિવિઘ અનુસ્નાાતક ભવનો,લાઈબ્રેરી,એડમિન બિલ્ડીંગ,સ્પોર્ટસ સંકુલ,કોમ્પ્યુટર લેબ,હોસ્ટેલ,એમ્ફી થિયેટર વિગેરે નિર્માણ પામશે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા જૂનાગઢ મહાનગરપાલિેકાનાં સંયુકત ઉપક્રમે યોજનાર વિવિધ સંભવિત કાર્યક્રમો અંગે વિગતવાર માહિતી આપતા યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો.(ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંભાવિત નવા બિલ્ડીગનાં ખાતમુહૂર્ત સાથે સાથે અનુસ્નાતક ભવનો. ડીપાર્ટમેન્ટ ઓફ લેંગ્વેજીસ,ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યલ સાયન્સીઝ એન્ડ સોશ્યલ વર્ક,કોમર્સ એન્ડ મેનેજમેન્ટ,કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ,ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસ તથા એડમીન ઓફીસ,સેન્ટ્રલ લાઈબ્રેરી,એમ્ફી થિયેટરનું પણ ખાતમુહુર્ત થનાર છે.

આ ઉપરાંત 'ડીજીટલ ઈન્ડિયા' અને 'નમો ઈ-ટેબ' અંતર્ગત યુનિવર્સિટી સલગ્ન કોલેજોનાં ગ્રેજયુએશન કરી રહેલા વિદ્યાર્થીઓને લેટેસ્ટ ૪G ટેકનોલોજીવાળા ટેબલેટનું વિતરણ પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ટેબલેટ માટે ૧દ્બ૮૭૨ જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. કાર્યક્રમમાં પ્રતિકરૂપ ટેબલેટનું નિતિ સંખ્યામાં વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીનાં  હસ્તે બહાઉદીન કોલેજ ખાતેથી સરકારી આર્ટસ કોલેજ - ભેંસાણનું લોકર્પણ ડીજીટલી કરવામાં આવનાર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને તુરંત રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્કીલ બેઝડ શોર્ટ ટર્મ ડીપ્લોમાં તથા સર્ટીફીકેટ કોર્ષીસ પણ ડીઝાઈન કરવામાં આવ્યા છે તેનું લોન્ચીંગ પણ કરવામાં આવશે. આ કોર્ષીસમાં ટુરીસ્ટ ગાઈડ,બેઝિક ઓફ એન્વાયર્નમેન્ટ પોલ્યુશન,ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ઈમર્જીગ ટ્રેન્ડ ઈન ઈકો ટુરીઝમ,ગાંધીયન ફીલોસોફી એન્ડ પીસ, સ્પોકન ઈગ્લિશ એન્ડ પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ, એકાઉન્ટીંગ,ભારતીય બંધારણ , ભગવદ્ ગીતા, હોસ્પીટલ મેનજમેન્ટ વિગેરેનો સમાવેશ થાય છે. કુલ રપ કોર્ષીસ તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા થતાં સરકારી કામોમાં અને વિવિધ પ્રજાલક્ષી પ્રવૃતિઓમાં  યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ જોડાઈ શકે તે હેતુથી જૂનાગઢ મહાનગરપાલિકા સાથે મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી M.O.U કરનાર હોવાનું યુનિવર્સિટીનાં  કુલપતિશ્રી  પ્રો. ડો. ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. સાથે સાથે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ કલેકટર તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન જૂનાગઢનાં નેજા હેઠળ ઉમેદવારોને નિતિ સંખ્યામાં એપ્રેન્ટીસ તરીકેનાં પ્રતિકાત્મક ઓર્ડર પણ આપવામાં આવશે. ઉપરાંત યુનિવર્સિટીનાં સ્પોર્ટસ વિભાગ માંથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા જતી વોલીબોલની મહિલા ટીમનું અભિવાદન,સરકારની અમૃત સ્કીમ હેઠળનાં જૂનાગઢનાં ્નપ કરોડનાં કાર્યનો પ્રારંભ તથા તાલુકા પંચાયત ભેંસાણનું પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.

યુનિવર્સિટીનું બિલ્ડીંગ તથા અનુસ્નાતક ભવનોનું ખાતમુહૂર્ત ખડીયા ખાતે બપોરે રઃ૩૦ વાગ્યે થયા બાદ તમામ કાર્યકમો બહાઉદીન કોલેજ જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યા છે. કાર્યકમમાં ગુજરાત રાજયનાં કેબિનેટ મંત્રીશ્રીઓ જયેશભાઈ રાદડીયા તથા જવાહરભાઈ ચાવડા,સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્યો જૂનાગઢનાં મેયરશ્રી ધીરૂભાઈ ગોહેલ,જૂનાગઢનાં કલેકટરશ્રી ડો.સૌરભ પારધી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, યુનિવર્સિટીનાં સરકાર નિયુકત ઈ.સી. મેમ્બર્સ શ્રી ચંદ્રેશભાઈ હેરમા, સુ.શ્રી.ભાવનાબેન અજમેરા,પ્રો.જયભાઈ ત્રિવેદી,પ્રો.જીવાભાઈ વાળા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(11:45 am IST)
  • આતંકીઓની જમ્મુ-કાશ્મીરને ધણધણાવાના પ્રયત્નોઃ રાજૌરીમાં આઇઇડી મળતા સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું : ત્રાસવાદીઓની એક વાર ફરી નાપાક પ્રયત્નો સામે આવ્યા છે : આર્મીની રોડ ઓપનિંગ પાર્ટીએ રાજૌરીમાં આઇઇડી જપ્ત કર્યોઃ સેનાનો બોમ્બ નાશક જુથ ઘટનાસ્થળે પહોંચી ચૂંકયું છે. access_time 3:56 pm IST

  • નેપાળ ધણધણી ઉઠ્યું : 7,9ની તીવ્રતાનો ભૂકંપ : દિલ્હી-એનસીઆર અને લખનૌ સહીત ઉત્તર ભારતમાં આંચકા અનુભવાયા access_time 8:06 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST