Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમીતિની બેઠક યોજાઇ

જૂનાગઢ તા.૧૯ : જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમીતીની માસીક સમીક્ષા બેઠક કલેકટર કચેરીનાં મધ્યસ્થ ખંડમાં કલેકટરશ્રી ડો.સૈારભ પારદ્યીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં અધિકારીઓની ઉપસ્થિતી, લોકોની અરજીઓ અન્વયે રજુ થતી અરજીઓનાં નિકાલ, નાગરિક અધિકારપત્ર અન્વયે રજુ થતી અરજીઓના નિકાલ, સરકારી અધિકારી/કર્મચારીઓના નિૃવત થયા હોય પરંતુ પેન્શનકેસ મંજુર થયા ના હોય તેવા કેસો, આગામી ૨૪ માસ દરમ્યાન નિવૃત થનાર કર્મચારીઓના પેન્શન, સરકારી કર્મચારીઓના ફીક્ષેસન અને ચકાસણી, સરકારી લેણાની બાકી વસુલાત અંગે, અધિકારીઓ/કર્મચારીઓનાં ખાનગી અહેવાલ, કચેરી તપાસણી નો;ધના પુર્તતા કરવાના બાકી મુદાઓ, મંત્રીશ્રી/એમ.પી/ધારાસભ્યો તરફથી રજુ થતા પત્રો, ગ્રામસભાના પ્રશ્નો, જિલ્લામાં મંજુર થયેલ વિકાસના કામોની જમીનોની વિગત, જૂદા જુદા વિભાગની વિમા યોજનાઓના કલેઈમ, મિલ્કત પત્રક, મુલ્યાંકન અહેવાલ સૈનિક ફંડમાં ફાળો, શ્રવણતીર્થ યોજના, જળસંચય જળ અભિયાન કાર્યક્રમ સહિતનાં મુદાઓ પર ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

  સંકલન સમીતીની બેઠકમાં શ્રી હર્ષદભાઇ રીબડીયા, શ્રી બાબુભાઇ વાજા, શ્રી ભીખાભાઇ જોષી, શ્રી દેવાભાઇ માલમ સહિત ધારાસભ્યશ્રીઓ દ્વારા વિજળી, માર્ગ, બસ સ્ટેશન, એસટીની નિયમિતતા સહિત વિવિધ વિભાગની કામગીરીને લગત રજુ કરેલ પ્રશ્નોનાં ઉત્ત્।ર રજુ કરાયા હતા.

 આ બેકઠમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંદ્ય, નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલ બેરવાલ, શ્રી ધિરજ મિત્ત્।લ,  નિવાસી અધિક કલેકટરશ્રી તુષાર જોષી, જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રી જવલંત રાવલ, મેંદરડા પ્રાંત અધિકારીશ્રી જે.સી. દલાલ, વંથલી પ્રાંત અધિકારીશ્રી જોષી, વિસાવદર અને કેશોદ પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, કાર્યપાલક ઈજનેર સિંચાઇ, માર્ગ મકાન, પંચાયત, પીજીવીસીએલ, પાણી પુરવઠા બોર્ડ, જિલ્લા આરોગ્ય અધિકારી, માહિતી અધિકારી, આર.ટી.ઓ સરવૈયા,, સહિત વિવિધ વિભાગનાં અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)