Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

પોરબંદર છાયા નગરપાલીકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમમાં ૧૧૪૪ અરજીઓનો ફટાફટ નિકાલ

પોરબંદર તા.૧૯ : પોરબંદર તા.૧૬, પોરબંદર જિલ્લામાં શહુરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પંભમા તબકકાના સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જના ભાગરૂપે આજે  છાંયા નગરપાલીકાના વોર્ડ નં.૧,૪ અને ૫ના નાગરીકો માટે કે. બી. જોષી ગર્લ્સ સ્કુલ છાયા ખાતે યોજાયેલ સેવાસેતુમાં નગરપાલીકા પ્રમુખ ગીતાબેન રામદત્ત્।ીની ઉપસ્થિતમાં યોજાએલ સેવા સેતુમાં ૧૧૪૪ અરજીઓનું સકારાત્મક નીરાકરણ કરવામાં આવ્યુ હતુ.

     આ સેવાસેતુમાં અરજદારોના આવક જાતિના દાખલા, રાશનકાર્ડ, આધારકાર્ડ, શ્રવણતિર્થ યોજના નોંધણી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડ  સહિત અન્ય અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

     પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી, ચી. ઓફીસરશ્રી રાજુ શેખ, છાંયા નગરપાલીકાના ઉપપ્રમુખ જીવાભાઇ ભુતીયા, કારોબારી ચેરમેનશ્રી શૈલેષભાઇ જોષી મહેસુલ, પંચાયત, નગરપાલીકાના કર્મચારીઓ  આધારકાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આવક જાતિના દાખલા સહિતની પ્રોસીજરમાં સરળતા લાવવા સાથે અરજદારોને સહયોગી બની તેમની અરજીઓનો ત્વરીત નિકાલ માટે સહયોગી થયા હતા.

જિલ્લાના ખેડૂતોએ બાગાયત પાકો માટે બીજ નિગમ માન્ય નર્સરીઓમાં બિયારણ રોપા ખરીદવા

 પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે થયેલ સારા અને પુરતા  વરસાદથી પિયતના સ્ત્રોત સારા પ્રમાણમા જળવાઇ રહેવાની શકયતા છે. આથી  ખેડુતો બાગાયતી પાકો જેવા કે ફળપાકો, શાકભાજી પાકો તેમજ મસાલા પાકો (ધાણા/જીરૂ/વળીયારી) વિગેરેનુ પ્રાપ્ય પિયતની સગવડતા મુજબ વાવેતર કરતા ઓય છે. ત્યારે ખેડુતોએ સારૂ બિયારણ ગુજરાત રાજય બીજ નિગમમાથી તેમજ સારી જાતના ધરૂ/રોપા માન્ય નર્સરીઓમાથી મેળવી વાવેતર કરવા નાયબ બાગાયત નિયામક ધ્વારા જણાવાયુ છે.

ઉપરાંત નાયબ બાગાયત નિયામકની કચેરી દ્રારા જે ખેડુતોને ઓનલાઇન થયેલ સહાય અરજીઓને મંજુરી આપવામાં આવેલ છે, તેઓએ ખરીદીના જરૂરી પ્રક્રિયા કરી જરૂરી આધાર પુરાવા/બીલો બાગાયત નિયામકની કચેરી ખાતે રજુ કરવા તેમજ વધુ માહિતી માટે ઉકત  કચેરીનો જિલ્લા સેવા સદન ૨ પોરબંદર ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. 

લોકનૃત્ય માટેની તાલીમ શિબિર

અનુસુચિત જાતિના કલાકારોની પરંપરાને જાળવી રાખવા વિવિધ કાર્યક્રમો અંતર્ગત પોરબંદર જિલ્લાના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા કલાકારો માટે સૌરાષ્ટ્ર(ઝોન) પ્રદેશકક્ષાએ માત્ર લોકનૃત્ય માટેની તાલીમ શિબિરનું આયોજન આગામી સમયમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર (જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જામનગર) દ્રારા યોજાનાર છે. જેમાં ભાગ લેવા માંગતા પોરબંદર જિલ્લાના અનુસુચિત જાતિના કલાકારોએ સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝ ફોટા સાથે નામ, સરનામુ, મોબાઇલ નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી, તેમજ જાતિના દાખલા સાથેની અરજી તા.૨૫/૧૧/૧૯ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ઙ્કગાંધી સ્મૃતિ ભવનઙ્ખ કનકાઇ માતા મંદિર પાસે, ચોપાટી રોડ, પોરબંદર ખાતે પહોચાડી આપવી. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહી. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદરની યાદીમાં જણાવાયુ છે.

પોરબંદર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

 પોરબંદર જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટરશ્રી ડિ.એન.મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે યોજાઇ હતી.

     બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત, બાકી પેન્શન કેસનો નિકાલ કરવા સાથે પ્રજાલક્ષી કામગીરીને સેવાસેતુ કાર્યક્રમમાં આવરી લેવા જિલ્લા કલેકટરશ્રીએ સુચનાઓ આપી હતી.

     ૦ થી ૫ વર્ષના બાળકોના તેમજ શાળાના બાળકોના આધારકાર્ડ સીડીંગ સાથે જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ ઉપરાંત આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદ્રઢ કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ હતું.

     જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.કે.અડવાણીની ઉપસ્થિતીમાં યોજાયેલ આ બેઠકની કાર્યવાહીનું સંચાલન અધિક કલેકટરશ્રી રાજેશ તન્નાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એસ.ડી.ધાનાણી, પ્રાંત અધિકારી કે.વી.બાટી, વિવેક ટાંક સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવાસેતુની સફળતા ૨૦ મીનીટમાં આવકનો દાખલો મળ્યો : રેહાનાબેન

રાજય સરકારની ૫૭ પ્રકારની સેવાઓ સેવાસેતુ કાર્યક્રમનાં માધ્યમથી અસરકારક, ઝડપી અને ચોકસાઇ પૂર્વક પારદર્શતાથી આમ જનતા સુધી પહોંચતી થઇ છે. છાંયા નગરપાલીકા વિસ્તારમાં યોજાયેલ આજના સેવાસેતુમાં ખોખર રેહાનાબેન મા વાત્સલ્ય કાર્ડ માટે જરૂરી આવકનો દાખલો લેવા આવ્યા હતા. રેહાનાબેન સબંધિત ટેબલ પર પહોંચી જરૂરી આધારો રજુ કરતાં ૨૦ મીનીટમાં તેમને આવકનો દાખલો મળી ગયો હતો.

     રેહાનાબેને સ્વાભાવીકતાથી કહ્યુ કે, ભાઇ આ કાર્યક્રમ સારો છે. લોકોને ઉપયોગી થાય છે. ઝટપટ કામ પતે છે. ઉપરાંત દ્યરથી નજીકનું સ્થળ હોવાથી રીક્ષાભાડુ કે વાહન ખર્ચમાં પણ બચત થાય છે.

અહિં પોતાના દોઢ વર્ષના બાળકના આધારકાર્ડ માટે આવેલા પ્રીયાબેન પ્રકુલભાઇ બગીયાને અડધો કલાકમાં આધારકાર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આધારકાર્ડની બે કીટ સેવાસેતુ કાર્યક્રમમાં રાખી બે ઓપરેટર આખો દિવસ આધારકાર્ડની કામગીરી નિભાવી હતી.

સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, મા અને મા વાત્સલ્ય કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને આવકના દાખલા મેળવવા વિશેષ પ્રમાણમાં અરજદારો આવે છે. અહિં લોકોના આરોગ્યની પણ ચકાસણી કરવામાં આવે છે. આમ સેવાસેતુ કાર્યક્રમ લોકો માટે સ્થાનિક સ્તરે મળતી સુવિધાથી આશીર્વાદરૂપ બને છે.  (૪૫.૧૫)

(11:40 am IST)
  • કાલથી શરૂ થનાર BSNL કર્મચારીઓની ૩ દિ'ની ભૂખ હડતાલ હાલ પૂરતી મૂલત્વી : આવતીકાલથી રાજકોટ સહિત દેશભરમાં BSNL કર્મચારીઓની ભૂખ હડતાલ આજે બપોરે રાા વાગ્યે સ્થગીત કરી દેવાઇ છે : યુનિયનો વચ્ચે હાલ હડતાલ અંગે એકમત નહીં થતાં લેવાયેલો નિર્ણય ઓકટોબરનો પગાર ર૮ નવેમ્બરે અપાશેઃ ગઇકાલે થયેલ વાટાઘાટો પણ નિષ્ફળ access_time 4:08 pm IST

  • અત્યાર સુધી દિલ્હીના મુખ્યમંત્રી એકલા ઉધરસ ખાતા હતા હવે આખુ દિલ્હી ખાય છે : દિલ્હીમાં હવાઈ પ્રદુષણ મામલે ભાજપ સાંસદ પ્રવેશ વર્માનો કટાક્ષ : કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીની પણ દિલ્હી સરકાર ઉપર તડાપીટ access_time 8:22 pm IST

  • સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને " ભારત રત્ન " ખિતાબ આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી : અમે સત્તા ઉપર આવશું તો વીર સાવરકરને ભારત રત્ન ખિતાબથી નવાજશું : મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે ભાજપે કરેલી ઘોષણાં બાદ સત્તા નહીં મળતા સંસદમાં જવાબ access_time 8:22 pm IST