Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

છારોડી ગુરૂકુલ રીબડામાં નૂતન પ્રાર્થના મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા : પૂ.રાકેશપ્રસાદજીની વિશેષ ઉપસ્થિતિ

૨૫ કુંડી મહાવિષ્ણુયાગ - અરણીના કાષ્ટના ઘર્ષણથી અગ્નિદેવ પ્રગટ કરાશે : વિજયભાઈ રૂપાણી - રાજયપાલ વજુભાઈ વાળા - રમેશભાઈ ઓઝા પણ હાજરી આપશે

રાજકોટ તા.૧૯ : સદગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પ્રથમ શ્રી હરિના સંદેશાઓને પોતાના જીવનમાં તાણાવાણાની જેમ વણીને ગુરુકુલ પરંપરાની સ્થાપના કરી. ખરેખર શાસ્ત્રીજી મહારાજે શિક્ષણ ક્ષેત્રે મોટી ક્રાન્તિ આણી છે. એજ રીતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના માર્ગે ચાલીને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે એસજીવીપી ગુરુકુલ અનેક સેવાક્ષેત્રે સેવાઓની હરણફાળ ભરી રહ્યું છે. આ સેવા કાર્યના નૂતન સોપાન સ્વરુપે રીબડા (રાજકોટ) ખાતે ગુરુકુલનો આરંભ થયો છે.

૨૫ એકરમાં ફેલાયેલ રીબડા ગુરૂકુુલ કેમ્પસમાં નૂતન પાર્થના મંદિરનું નિર્માણ થયું છે. જેનો પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. ૫-૧૧-૨૦૧૯ થી ૯- ડિસેમ્બર દરમ્યાન ઉજવાશે.

આ મહોત્સવમાં વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ,ધુ, ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભ હસ્તે નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાશે.

આ મૂર્તિ પ્રતિષ્ઠા ઉદદ્યાટન પ્રસંગે વડતાલ કોઠારી દ્યનશ્યામપ્રકાશદાસજી સ્વામી, વડતાલ ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ગઢપુર કોઠારી શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, શ્રી મોહનપ્રસાદદાસજી સ્વામી ધોરાજીવાળા, સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, જુનાગઢથી શ્રી હરિનારાયયણદાસજી સ્વામી અને ધ્રાંગધ્રાથી રામકૃ્ષ્ણદાસજી સ્વામી પધારશે. કથાના વકતા તરીકે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ  કુંડળવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, જેતપુર વાળા નીલકંઠચરણદાસજી સ્વામી અને સારંગપુરથી હરિપ્રકાશદાસજી સ્વામી પણ લાભ  આપશે. આ મહોત્સવમાં વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરા, રાજકોટ વગેરે ધામોમાંથી સંતો પધારશે.

લોજ, અમરેલી, ગઢપુર, દુધાળા, દયાપર-કચ્છ, વીરપુર વગેરે ધર્મસ્થાનોમાંથી સાંખ્યોગી બહેનો પણ પધારશે.  ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી, કર્ણાટક ગવર્નર શ્રી વજુભાઇ વાળા તેમજ ગુજરાત હાઇકોર્ટના જજશ્રી આર.પી.ઢોલરિયા પણ ઉપસ્થિત રહેશે.

સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ગોપાળભાઇ નવીનભાઇ દવે, જાડેજા ગજરાજસિંહની પવિત્ર સ્મૃતિમાં હસ્તે વિનુભાઇ જેપાલ – ખાંભા તેમજ નરહરિભાઇ કોયા -કલકત્ત્।ા જયારે કથાના યજમાન ધીરુભાઇ વઘાશિયા, તેજબાઇ રાઘવાણી છે. યજ્ઞના આચાર્ય તરીકે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી અને સહયોગી કિશોરભાઇ દવે છે. આ મહોત્સવનો લાભ લેવા માટે રીબડા ગુરુકુલના સંચાલક શા.ધર્મવત્સલદાસજી સ્વામી દ્વારા આમંત્રણ અપાયુ છે.

મહોત્સવની રૂપરેખા : તા.૪ ડિસેમ્બર બુધવારે સવારે ૮ થી સાંજે ૮ સુધી અખંડ ધૂન, તા,૫ ગુરૂવારે સવારે ૮ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ, સાંજે ૪ કલાકે પોથીયાત્રા, તા.૬ શુક્રવાર ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ, અરણી મંથન અને મહિલા મંચ, તા.૭ શનિવાર શિલાન્યાસ વિધિ, મેડિકલ કેમ્પ ઉદઘાટન અને સાંજે નગરયાત્રા, તા.૮ રવિવાર ગીતા જયંતી, મૂર્તિ પ્રતિષ્ઠા અને અન્નકુટોત્સવ, તા..૯ ઉત્સવની પૂર્ણાહૂતિ રાજોપચાર પૂજન.

(4:07 pm IST)