Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ભાવનગરઃ જાલી નોટના જથ્થા સાથે નિવૃત પોલીસમેનનો પુત્ર ઝડપાયો

રૂ.૧૦૦ના દરની ૨૮૪ નોટ જપ્તઃ ભુતેશ્વરના મહિપાલસિંહ મીતુસિંહ ચુડાસમાની પૂછપરછ

ભાવનગર તા.૧૯: ભાવનગરનાં ભુતેશ્વરગામે થી પોલીસે રૂ.૧૦૦ના દરથી ૨૮૪ જાલીનોટનાં જથ્થા સાથે નિવૃત પોલીસકર્મચારીનાં પુત્રને ઝડપી લીધો છે. જાલીનોટ મામલે વધુ એક શખ્સનું નામ ખુલતાં પોલીસે તેની વિરૂધ્ધ પણ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગર પથંકમાં અનેકવાર જાલીનોટ નોટ કૌંભાડ ઝડપાયેલ છે. વધુ એક વખત પોલીસે મહુવાના ભુતેશ્વર ગામેથી જાણીનોટો ઝડપી લીધી છે.

મહુવા પોલીસ સ્ટેશનનાં પી.આઇ.દિપક મિશ્રા, પો.સ.ઇ. જી.એ.બાલધીયા તથા સ્ટાફે પૂર્વ બાતમીને આધારે મહુવાનાં ભુતેશ્વર ગામે થી મહિપાલસિંહ મીતુસિંહ ચુડાસમા (ઉ.વ.૩૬ રો.બેંક કોલોની, સામાકાંઠા તળાજા)ને રૂ.૧૦૦નાં દરની ૨૮૪ જાલીનોટ સાથે ઝડપી લઇ પુછપરછ કરતાં જાલીનોટ પ્રકરણમાં તળાજા તાલુકાનાં ભદ્દાવળ ગામે રહેતાં હરદેવભાઇ બાબભાઇ ચોવટીયાનું પણ નામ ખુલતા પોલીસે બન્ને વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જાલીનોટ સાથે ઝડપાયેલ મહિપાલસિંહના પિતા ભાવનગર જીલ્લા પોલીસવડા એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલા જ નિવૃત થયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્સની પુછપરછ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(11:15 am IST)