Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રાવલ શહેર ભાજપના પ્રમુખપદે થાનકી મહામંત્રી તરીકે જમોડની વરણી

રાવલ, તા.૧૯: રાવલ શહેર ભાજપના હોદેદારોની ટર્મ પુરી થતાં જીલ્લા ભાજપ મારફત રાવલ શહેર ભાજપના નવા હોદેદારોની વરણી કરવા માટે હર્ષદ મુકામે કીરીટસિંહ રાણા, જેમીન ઉપાધ્યાય, પ્રદિપભાઇ ખીમાણી, મુળુભાઇ બેરા, પબુભા માણેક, તથા વિરપાળભાઇ ગઢવીની ઉપસ્થિતિમાં જીલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં રાવલ શહેર ભાજપના પ્રમુખ તરીકે રસીકભાઇ હરીભાઇ થાનકી, તથા મહામંત્રી તરીકે રાણાભાઇ રામશીભાઇ જમોડની વરણી કરવામાં આવી હતી.

રાવલમાં નગરપાલિકામાં પ્રમુખ તથા ઉપ-પ્રમુખ સ્થાને કોળી સમાજના કાર્યકરોની વરણી થયેલ છે, જયારે કારોબારી સમિતિના અધ્યક્ષ સ્થાને પણ કોળી સમાજમાંથી કોઇ કાર્યકર્તાની વરણી કરવાની હોવાનું જાણવા મળેલ છે, તેથી જ્ઞાતિ બેલેન્સ સબબ રાવલ શહેર ભાજપના પ્રમુખ તરીકે બ્રાહ્મણ જ્ઞાતિના કાર્યકરની વરણી કરવામાં આવેલ હોવાનું અને મહામંત્રી તરીકે કોળી સમાજના કાર્યકરની વરણી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.

આ બેઠકમાં શ્રી ખીમાભાઇ ભોચિયા, શ્રી વાલાભાઇ પરમાર, રાવલ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી શ્રી કેતનભાઇ બુધ્ધભટ્ટી, શ્રી પ્રફુલભાઇ કોટેચા, રાવલ નગરપાલિકાના સદશ્યો તથા કાર્યકર્તાઓએ હોદેદારોનેે આવકાર્યા હતા.

(11:37 am IST)
  • આશ્રમમાં લપસી જતા ઉમા ભારતીના પગમાં બે જગ્યાએ ફ્રેક્ચર : હોસ્પિટલમાં દાખલ કરાયા : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષા ઉમા ભારતી ઋષિકેશન એક આશ્રમમાં લપસી જતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઇ જવાયા : ઉમાભારતીના પગમાં બે ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળે છે access_time 1:12 am IST

  • જળ વિદ્યુત શક્તિનું ઉત્પાદન આ વર્ષે રેકોર્ડ બ્રેક 16 ટકા વધુ થયેલ છે access_time 10:02 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST