Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગોંડલના સુલ્તાનપૂર રોડ ઉપર રીક્ષા પલટી ખાઈ જતા ધુડશીયાના પરેશ ચૌહાણનું મોત:બે ઘાયલ

ગોંડલ સુલ્તાનપુર રોડ પર  છકડો રિક્ષા પલ્ટી મારી જતા ધુડશીયા ગામના પરેશ ચૌહાણ નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હતું.

    સવારના ભાગમાં ઝાકળનો ભાગ વધુ હોવાથી રીક્ષા ચલાવતા મૃતકના કાકા રામસંગ ભાઈ ચૌહાણે કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગયી હતી. જોકે તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી.

  મૃતકોના પરિવારજનો ના જણાવ્યા મુજબ પરેશ બે ભાઈ અને બે બહેનના સૌથી મોટો હતો. પરેશ પોતે ખેત મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતો. ત્યારે આ ઘટના અંગેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે

(9:17 pm IST)