Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પડધરીના મોટા ખીજડીયાની ચરીયાણ જમીન સોલાર કંપનીને આપવા સામે ઉગ્ર વિરોધ વંટોળ

પંચાયત બોડી સામે આક્ષેપોઃ કલેકટરને આવેદનઃ યોગ્‍ય નહિ થાય તો ઉગ્ર આંદોલન

ગોપાલક એકતા મંચના આગેવાનોએ મોટા ખીજડીયાની ચરીયણ જમીન અંગે કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : ગોપાલક એકતા મંચના મહેશ પરમાર-નારણભાઇ ભરવાડ તથા અન્‍યોએ કલેકટરને આવેદન પાઠવી મોટા ખીજડયા ચરીણા જમીનમાં સોલાર પ્‍લાન્‍ટ અંગે વિરોધ વ્‍યવકત કર્યો હતો.

આવેદનમાં ઉમેર્યું હતું કે રાજકોટ જીલ્લાના પડધરીના ગામ મોટા ખીજડીયામાં સરકારી પડતર ચરીયાણ જમીન સર્વે નં. ર૮૬ પૈકીની જે જગ્‍યા સાકળીધાર તરીકે ઓળખાય તે જગ્‍યામાં અમારા ગામની પંચાયત બોડી દ્વારા બારોબાર કોઇ ખાનગી કંપનીને સોલાર પાવર પ્‍લાન્‍ટ બનાવવા આઇ તેમ છે.

તો અમો અમારા ગામના માલધારીઓ તથા ગોપાલક એકતામંચ આ જગ્‍યા ઉપર કોઇ પણ પ્રકારના પ્‍લાન્‍ટ તો તેનો વિરોધ કરીએ છીએ.

કારણ આ ગામમાં નાના-મોટા ર થી ૩ હજાર પશુઓ તેમજ માલધારીઓને ભરણ-પોષણ થાય છ.ે

જો આ જગ્‍યા પર કોઇપણ પ્રકારના પ્‍લાન્‍ટ ઉભા થશે તો અમો ગોપાલક એકતામંચના માધ્‍યમથી કાયદાકીય જોગવાઇ પ્રમાણે ઉગ્ર આંદોલન કરીશ તેમ ઉમેર્યું હતું.

આવેદન દેવામાં ગામના આગેવાનો નારણ રતા ભરવાડ, મોમ સોઢા ભરવાડ, હાજા ચકુ ભરવાડ, રામા પોપટ ભરવાડ, વિરા હમીર ભરવાડ, સિંધા ભરવાડ, સતા અમીર ભરવાડ, ભવાન સતા ભરવાડ, ગાંડા સતા ભરવા, હઠા વિરા ભરવાડ, કાથડ હકુ ભરવાડ વિગેરે જોડાયા હતા.

(4:42 pm IST)