Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગોંડલના સુલતાનપુર પાસે છકડો રીક્ષા ગોથુ ખાઇ જતા ધુડશીયાના પરેશ ચૌહાણનું મોતઃ બેને ઇજા

રાજકોટઃ ગોંંડલના સુલતાનપુર અને ધુડશીયા ગામ વચ્ચે આજે બપોરે છકડો રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષામાં બેઠેલા પરેશ પ્રકાશભાઇ ચૌહાણ(ઉ.વ.ર૦) (રહે. ધુડશીયા, તા. ગોંડલ) ગંભીર ઇજા થતા સારવાર અર્થે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયા તેનું સારવાર મળે તે પુર્વે જ મોત નિપજયું હતું. આ અકસ્માતમાં ઘવાયેલ અન્ય બે વ્યકિતઓને પણ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હથ ધરી છે.  (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ )

 

(4:33 pm IST)