Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જૂનાગઢમાં જમીનના ભાગના પ્રશ્ને મહિલાને ગોંધી રાખી હુમલો કર્યો

નિવૃત પોલીસ કર્મી સહિત પાંચ શખ્સો સામે ફરીયાદ

જુનાગઢ, તા. ૧૯ : જુનાગઢમાં જમીનના ભાગના પ્રશ્ને મહિલાને ગોંધી રાખી નિવૃત પોલીસ કર્મી સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરીયાદ થઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં શિશુ મંગલ પાસે આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતા હંસાબેન બાલકદાસ ગોંડલીયા ઉ.વ.૪૦ નામની મહિલાને બાલરામ સાથે જમીનના ભાગ બાબતે બાલરામભાઇના ઘરે બોલાવેલ.

જયાં વંથલી રોડ પર આવેલ બલરામના ઘરે હંસાબેનને એક રૂમમાં પૂરી દઇ તેણીને લાકડીથી અને ઢીકાપાટુનો માર મારીને ધમકી આપવામાં આવી હતી.

આ અંગે મહિલાએ બલરામ તેમજ હેતલ અને નિવૃત પોલીસમેન જમનાદાસ, દિવ્યેશ અને કુલદીપ જમનાદાસ વિરૂદ્ધ ફરીયાદ કરતા સી-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)