Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

માળીયા હાટીના પાસે રોડ ક્રોસ કરતા ગડોદરના પ્રૌઢનું કારની ઠોકરે મોત

જુનાગઢ, તા. ૧૯ : માળીયા હાટીના પાસે રાત્રે રોડ ક્રોસ કરતા ગડોદરના પ્રૌઢનું કારની ઠોકરે મોત થયાનું જાણવા મળેલ છે. આ અકસ્માતની વિગતો એવી છે કે માળીયા હાટીના તાલુકાના ગડોદર ગામના લખમણભાઇ મસરીભાઇ વાળા (ઉ.વ.પ૩) નામના પ્રૌઢ ગત રાત્રે ૮-૩૦ કલાકે ગડોદર ચોકડી ખાતે રોડ ક્રોસ કરતા હતાં.

ત્યારે જીજે-૦૩-સીઆર-૯૯૯૦ નંબરની વેરાવળ તરફથી આવી રહેલી કારના ચાલકે લખમણભાઇને હડફેટે તેનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

આ અંગે આનંદ ચુડાસમાએ ફરીયાદ નોંધાવતા પોલીસે હાલ ડ્રાઇવર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)