Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જામનગરમાં નવા ગામના પ્રૌઢને પિતાએ ઠપકો આપતા ઝેર પીધુ : મોત

 જામનગર તા. ૧૯ : અત્રેના નવા ગામમાં પિતાએ તેના ૪૮ વર્ષના પુત્રને ઠપકો આપતા તેણે ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવની વિગત મુજબ અહીં જી.જી.હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડના ડોકટર એ સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૮ના રાજેશભાઈ જેન્તીભાઈ પાનખાણીયા, ઉ.વ.૪૮, રે. નાવાગામ ઘેડ, કુવા પાસે, જામનગરવાળા તેમના પિતા સાથે કામ બાબતે બોલાચાલી થતા જેનું લાગી આવતા પોતે પોતાના હાથે ઝેરી ટીકડા ખાય લેતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ.

(4:17 pm IST)