Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જેતપુર પાસે ચોરાઉ મનાતા ૧૧ મોબાઇલ સાથે બે શખ્સો પકડાયા

 જેતપુર તા ૧૯ : તાલુકા પોલીસે ચોરાઉ મનાતા ૧૧ મોબાઇલ સાથ બે શખ્સોને ઝડપી લીધા હતા.

તાલુકા પી.એસ.આઇ.  પી.જે. બાટવા સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, શૈલેષભાઇ, ડાંગરભાઇ સહીતના ચોકીધાર પાસે નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાગઢ તરફથી  ડબલ સવારીમાં આવતા હોન્ડાને શંકાના આધારે રોકી બન્ને શખ્સો પાસે બાઇકમાં રાખેલ કાળા કલરનો થેલો ચેક કરતા તેમા ંજુદી જુદી કંપનીના ૧૧ મોબાઇલ મળી આવેલ જે અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ નહીં મળતા ત ેમોબાઇલ બીલ કે કોઇ માલીકીનો પુરાવો ન હોય પોલીસે હોન્ડા નં. જીજે-૦૩-કેએફ-૫૩૧૭ નો ચાલક કીશન નાગજીભાઇ કણસાગરા (રહે. હુડકો સોસા., પુંજ પીરની ધાર-ગોંડલ) તેમજ અબ્દુલ જુસબભાઇ (રહે. ધોરા કોટડા રોડ, હુડકો સોસા.-ગોંડલ) ની ૧૧ મોબાઇલ, કિ. રૂા ૮૦ હજાર ની સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:17 pm IST)