Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જસદણ વિધાનસભા બેઠકઃ ૧૦ ડીસેમ્બર આસપાસ ચુંટણીઃ કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ

રાજકોટ, તા., ૧૯: ભાજપમાં જોડાયેલા કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ બેઠક ઉપરથી રાજીનામું આપ્યા બાદ આ ખાલી પડેલી જસદણ પેટા બેઠકની ચુંટણી, ચુંટણી પંચ ૧૦ ડીસેમ્બર આસપાસ કરવા જઇ રહયાનું કલેકટર કચેરીના ટોચના સુત્રોમાંથી આજે જાણવા મળ્યું હતું.

આ સાધનોએ ઉમેર્યુ હતું કે સંભવત ૧૦ ડીસેમ્બરે ચુંટણી પંચ ચુંટણી યોજી ૧ર મી ડીસેમ્બરે મતગણત્રી રાખે તેવી શકયતા છે. કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. ૧ર૦૦નો સ્ટાફના ઓર્ડરો, સંદર્ભે તથા રપ૬ જેટલા મતદાન મથકો ચેક કરવા અંગે કાર્યવાહી થશે. ચુંટણીમાં ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ થશે. અંદાજે સવા બે લાખ આસપાસ મતદારો હોવાનું સુત્રો ઉમેરી રહયા છે.

(4:15 pm IST)