Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

બાબરા તાલુકા સરપંચ મહા સંગઠનની રજૂઆત ફળી : અછત ગ્રસ્ત જાહેર

બાબરા, તા.૧૯: રાજયમા ઓછા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે માલઢોર માટે ચારો પણ નથી પીવાના પાણીની મુશ્કેલી પણ ઉભી થય છે. મંદીના કારણે મજુર વઁગમા પણ મુશ્કેલી ઉભી થય છે. આવી બાબતોને લય બાબરા તાલુકા ના ૫૭—ગામોના સરપંચોએ આગાવ રેલી કાઢી આવેદનપત્ર આપીને બાબરા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવા માટે માંગ કરી હતી બાદ દીવાળી અગાવ તાલુકા સરપંચ મહા સંગઠન દ્વારા તાલુકાના ખેડૂતોને સાથે રાખીને મહા રેલી કાઢી બાબરા મામલતદારને આવેદનપત્ર આપીને ધગધગતી રજુઆત કરી હતી. આ રજુઆતના પડધા રાજય સરકાર મા પડતા રાજય સરકારે બાબરા તાલુકાની વિવિધ માહીતી મેળવી સરપંચોની રજુઆત માન્ય રાખી બાબરા તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કરવામા આવ્યો છે. તાલુકા સરપંચ મહા સંગઠનના પ્રમુખ વનરાજભાઇ વાળા મહામંત્રી મિતુલભાઇ જોષી સહીત સરપંચ આગેવાનો ખેડૂતો મંજુર ર્વગના લોકો આમ જનતાએ ગુજરાત સરકારના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સહીત જીલ્લા ભાજપના પ્રમુખ હીરેનભાઇ હીરપરાનો આભાર આભાર માન્યો હતો. આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેરાત મુજબ અસરગ્રસ્તની કામગીરી નો પ્રારંભ કરવામાં આવે છે.

(1:40 pm IST)