Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જુનાગઢ ઉપલા દાતારે ઉર્ષમાં અમુલ્ય આભુષણોની સંદલવિધી

કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે ગઇકાલથી ચાર દિવસીય મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો હતો જેમાં પ્રથમ દિવસે ગત રાત્રે દાતાર બાપુના અમુલ્ય આભુષણોની ચંદનવિધિી (સંદલવિધી) ઉપલા દાતારના મહંત પૂ. વિઠ્ઠલબાપુ અને પૂ. ભીમબાપુના હસ્તે કરવામાં આવી હતી. દાતારબાપુના અમૂલ્ય આભુષણનોને વર્ષમાં એક વખત ગુફામાંથી બહાર કાઢી સંદલવિધી કરવામાં આવે છે. તે વેળાએ આભુષણોના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બુધવારે લોબાન સાથે ઉર્ષ વિરામ થશે ઉપરોકત તસ્વીરમાં દાતારબાપુની ગુફા પાસે ઉભેલા પૂ. વિઠ્ઠલબાપુ અને ગુફામાં બિરાજમાન પૂ. વિઠ્ઠલબાપુ પૂ. ભીમબાપુ અને દાતાર બાપુના આભુષણોને ગુલાબ જળ, ગંગાજળ સાથે ચંદન વિધિ કરતા પૂ. વિઠ્ઠલબાપુ અને પૂ. ભીમબાપુ અને દર્શન માટે ઉમટી પડેલ ભાવિકો (અહેવાલ વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:39 pm IST)