Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ખેડૂતો માટે કેન્દ્ર સરકારની ૨૫% સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરવાની ઉંધાડની રજૂઆતને સફળતા

બાબરા તા. ૧૯ : ખેડુતો પોતાની ખેતપેદાશોનો ગોડાઉનમાં સંગ્રહ કરી સારા બજારભાવ મેળવી શકે તે માટે ૨૫% સબસીડી વાળી ગોડાઉન યોજના શરૂ કરવા માટે થોડા સમય પહેલા બાવકુભાઇ ઉંધાડે કેન્દ્ર સરકાર પાસે માંગલીઙ્ગ કરેલી હતી.

ખેડુતલક્ષી માંગણીનો સ્વીકાર કરતા કેન્દ્ર સરકારે તા. ૨૨/૧૦/૨૦૧૮ ના રોજ ૫૦ મેટ્રીકટનથી ૫૦૦૦ મેટ્રીકટન સુધીના ગોડાઉન બનાવવાની યોજનાને મંજુરીઆપી ગોડાઉન યોજના અમલમાં મુકેલ છે. જેમા પ્રતી મેટ્રીકટન દીઠ રૂ.૮૭૫ સબસીડી મળવાપાત્ર થસે અને એસ્ટીમેટના ૨૦ ટકા થી ૮૦ ટકા સુધીની બેંકલોન મેળવી શકશે. સબસીડીવાળી ગોડાઉન યોજનાનું અમલીકરણ ભારત સરકારના કૃષિ મંત્રાલયના માર્કેટીંગ ડીવીઝન તથા નાબાર્ડ દ્વારા કરવામાં આવશે અને આ યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

આમ ખેડુતોને ૨૫ ટકા સબસીડીવાળી ગોડાઉન યોજના શરૂ કરવા બાવકુભાઇ ઉંધાડની ખેડુતલક્ષી રજુઆતને સફળતા મળતા ખેડુતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

(1:39 pm IST)