Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જૂનાગઢ પરિક્રમાના વિવિધ રૂટોની મુલાકાત લેતા જીતુભાઈ વાઘાણી

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી. ઉપરોકત તસ્વીરમાં પરિક્રમાર્થી સાથે જોડાય પરિક્રમા રૂટ પર ચાલતા જીતુભાઈ વાઘાણી સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શાસકપક્ષના નેતા અને શહેર ભાજપના મહામંત્રી પુનિતભાઈ શર્મા, ભરત શિંગાળા, ભરતભાઈ બાલાસ, યુવા મોરચાના વિજયસિંહ ઝાલા, મનન અભાણી, સંજય મણવર, હિમાંશુ પંડયા, પ્રદિપ જેઠવા, ગભરૂભાઈ દરબારશ્રી સહિતનાની ઉપસ્થિતિમાં જીતુભાઈએ આમ પરિક્રમાર્થીઓની જેમ પરિક્રમામાં જોડાય જીણાબાવાની મઢી અને બોરદેવીની જગ્યાની મુલાકાત લઈ દર્શનનો લાભ લઈ ત્યાં પ્રસાદ પણ લીધો હતો અને પરિક્રમા રૂટ અંગે માહિતી મેળવી બોરદેવીના મહંત રામનારાયણ બાપુ સાથે ચર્ચાઓ કરી હતી (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:38 pm IST)