Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પોરબંદરનાઓડદર ગામના હત્યા-મારામારી કેસ સબંધે ની સામસામી ફરિયાદ વાળા કિસ્સામાં બે આરોપીના આગોતરા જમીન નામંજુર

પોરબંદર તા ૧૯ : ઓડદરના ચકચારી મર્ડર તથા મારામારીના સામ સામા કેસમાં આગોતરા જામીન અરજીને પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટે રદ કરી હતી.

થોડા દિવસ પહેલાં પોરબંદર તાલુકાના ઓડદર ગામે સામ સામે મારા મારી થયેલ હતી. અનેતે સંબધે બે અલગ અલગ એફ.આઇ.આર. પોલીસ દ્વારા ફાડવામાં આવેલ હતી. જેમાં એક વ્યિકિતનુંખુન થઇ ગયેલુ ં હોય અને તેથી સાજણ વજશી ઓડેદરા તથા  રામદે વેજા ઓડેદરા વિગેર ેસામે આઇ.પી.સી. કલમ-૩૦૨ મુજબનો ગુન્હો નોંધાયેલ હતો. અને સામે પેક્ષે રામદે વેજા ઓડેદરા દ્વારા હાજા રાજા ઓડેદરા વિગેરે-૯ સામે મારા મારીની કલમ સંબધે ફરીયાદ કરતા પોલીસ દ્વારા આઇ.પી.સી. કલમ ૩૨૬ મુજબનો ગુન્હો દાખલ કરેલો હતો. અને તે રીતે સામ સામે ક્રોસ એફ.આઇ.આર.  દાખલ  થયેલી હતી. તે પૈકી હાજા રાજા ઓડેદરા તથા રામાભાઇ હાજાભાઇ ઓડેદરા દ્વારા પોરબંદર ની ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

સરકારી વકીલશ્રી એ જે લીલા દ્વારા પણ  એફ.આઇ.આર. સબંધ ે તેમજ પોલીસના પેપર્સ સબંધે  વિગતવાર દલીલ કરી જણાવેલ કે, આગોતરા જામીન માંગનાર સામે ગંભીર ગુન્હાની એફ.આઇ.આર. ફાટેલ છે. તેમજ પ્રથમથી જ આરોપીઓ ના નામ એફ.આઇ.આર. મા ં છેે. તેમજ  હાલ પોલીસ તપાસ ચાલુ છે. અને ઇજા પામનાર પણ દવાખાનામાં દાખલ હોય તેથી આવા ગંભીર ગુન્હામાં આગોતરા જામીન આપી શકાય નહીં. તેવી દલીલ કરતા ડીસ્ટ્રીકટ જજ શ્રી રાજે દ્વારા પોલીસ પેપર્સ તેમજ સરકારી વકીલશ્રીની દલીલ તથા ફરીયાદ પક્ષે રજુ કરેલ વાંધા ધ્યાને લઇને બંનેની આગોતરા જામીન અરજી ના મંજુર કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલશ્રી એ.જે.લીલા રોકાયેલા હતા. જયારે મુળ ફરીયાદી તરફ ેએડવોકેટશ્રી ભરતભાઇ લાખાણી, હરભમ સુંડાવદરા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા.

(1:36 pm IST)