Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પોરબંદરના ખાપટમાં કોળી સમાજનું સમાજ સુધારણા સંમેલન યોજાયું : યુવાનો દ્વારા વ્યસન મુકિત સંકલ્પ

પોરબંદર તા ૧૯ : કોળી સમાજ કુરિવાજોને તિલાંજલી આપી શિક્ષણ પ્રત્યે જાગૃત થવું જોઇએ તેમ છાયા નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી રાજુભાઇ શેખે ખાપટ ખાતે તળપદા કોળી સમાજ દ્વારા ૨૩૨ ચો.વાર ની વંડી માટે ખરીદાયેલી જમીનના ભૂમિ પુજન બાદ તળપદા કોળી સમાજની જમીન પર તાજેતરમાં યોજાયેલા કોળી સમાજ સુધારણા અંતર્ગત સમેલનમાં વિચારો વ્યકત કર્યા હતા.

પોરબંદર સમસ્ત કોળી સમાજ ચેરીટેબલ  ટ્રસ્ટ આયોજિત સમાજ સુધારણા સંમેલનનું પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભદ્રેચા, સેનેટરી કમિટીના ચેરમેન ભીમભાઇ ઓડેદરા, સમાજ શ્રેષ્ઠી પરસોતમભાઇ મકવાણા, પ્રફુલભાઇ મકવાણા, જિલ્લા મહિલા મંડળના પ્રમુખ હેતલબેેન વાજા, જયુબેલી કોળી સમાજ ના પ્રમુખ ભરતભાઇ રાઠોડ, સિવિલ સર્જન ડો. અશોકભાઇ ગોહિલ, છાયાનગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી રાજુભાઇ શેખ ની ઉપસ્થિતીમા ં મંગલદીપ  પ્રગટાવીને ખુલ્લુ ુમુકયું હતું.

પ્રારંભમાં તળપદા કોળી સમાજના પ્રમુખ શ્રી દીપકભાઇ ગોહિલે કોળી જ્ઞાતિ માટે ખાપટ ખાતે વંડીની જગ્યા ખરીદી છે તેના પર ભૂમિપજન બાદ આ સમેલન મળ્યું છે. આવનાર દિવસોમાં ૫૦ લાખના ખર્ચે ભોૈતિક સુવિધા સાથે અદ્યતન વંડીનું  બાંધકામ કરવાની નેમ  વ્યકત કરીને સોૈને આવકાર્યા હતા.ે

જિલ્લા કોળી સમાજ  મહિલા મંડળના પ્રમુખ હેતલબેન વાજા એ જણાવ્યું હતું કે રાજયમાં ૭૦ ટકા  અને દેશમાં ૨૦ કરોડની બહુધા વસ્તી ધરાવતો કોળી સમાજમાં અંધશ્રધ્ધા, કુરિવાજો,વ્યસનોનું પ્રમાણ વધારે છે જે સમાજમાં શિક્ષણ ન હોય તે કદી વિકાસ કરી  શકે નહીં સમાજને સુધારવાનુ઼ કામ બહેનો જ કરી શકશે એટલે કન્યા કેળવણી ને ઉતેજન આપવા અનુરોધ કર્યો હતો.

કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડા એ જણાવ્યું હતું કે સમાજના ઘરેણા સમાન શ્રી માંધાતા  શ્રીઘુઘવોનાથ, શ્રી વેેલનાથ વગેરેના સતકાર્યોથી સમાજ બન્યો છે અને આ મહાપુરૂષોએ  કંડારેલી  પર પ્રવૃત થઇ સમાજની પ્રતિષ્ઠાને વધુને વધુ ઉજ્જવળ બનાવવા માટે આહવાન કર્યુ હતું

તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ બામણીયા એ લોકોને વ્યસન મુકત બની કુરિવાજોને તિલાંજલી આપી વધારે સંગઠીત થવા અનુરોધ કર્યો હતો. સમાજ શ્રેષ્ઠી રામસીભાઇ બામણીયા, કેશુભાઇ વાઢીયાએ યુવા પેઢીઅ ે દારૂ, તમાકુ, બીડી,સીગારેટ, ગુેટકા જેવા માદક દ્રવ્યો ત્યજવાની અપીલ કરી હતી.

કોળી સમાજના શ્રેષ્ઠી અને છાયા નગરપાલીકાના ચીફ ઓફિસર રાજુભાઇ શેખ, દાતા  ભૂરીબેન ભુવા, કાંતાબેન ટોડરમલ, પ્રેમજીભાઇ ટોડરમલ નું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડીને અભિવાદન કરાયું હતું.

(1:36 pm IST)