Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રીબડામાં તાવથી આદિવાસી મહિલાનું મોત

સુશિલાને ત્રણ દિવસથી તાવ હતોઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: ગોંડલના રીબડા ગામે રહેતી મુળ છોટાઉદેપુરની આદિવાસી પરિણીતાને તાવ ભરખી જતાં પરિવારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

રીબડામાં પતિ સાથે રહેતી સુશિલા કોૈશિક રાઠવા (ઉ.૨૦)ને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ શાપર વેરાવળથી દવા લીધી હતી. ગઇકાલે તબિયત વધુ બગડતાં બેભાન જેવી થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનારના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. પતિ કોશિક નગરીયાભાઇ રાઠવા કારખાનામાં મજૂરી કરે છે. બનાવથી આદિવાસી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(12:56 pm IST)