Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દેવદિવાળીએ શેરડીના શુકન

નવી શેરડીનું આગમન થતા આજે ઠાકોરજી અને તુલસીજીને પ્રસાદરૂપે ધરાવવાની આપણે ત્યા પરંપરા જળવાતી આવી છે. શેરડીની બજારોમાં પણ દેવ દિવાળીથી ખરીદ વેચાણના શુકનો સચવાય છે. ત્યારે આજે દેવદિવળી હોય રાજકોટ સહીતના શહેરોમાં શેરડીનું ધુમ વેચાણ થઇ રહ્યુ છે. માર્ગો ઉપર ઢગલા મોઢે શેરડી ઠલવાઇ ચુકી છે. લોકો હોંશે હોંશે શેરડી ખરીદી તુલસી કયારે પધરાવતા હોય છે. છેલ્લા દિવસોમાં રૂ.૧૫ થી ૨૦ ના સાંઠા લેખે વેંચાણ થઇ રહ્યુ છે. તસ્વીરમાં મીઠી મધ શેરડીના ભારા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:56 pm IST)