Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

મોરબીમાં પિતાની હત્યાના ગુનામાં આરોપી પુત્રનો છુટકારો ફરમાવતી કોર્ટ

મોરબી, તા.૧૯: મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ઘ પ્રત્યક્ષ પુરાવા ન મળતા કોર્ટે બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

મોરબીના સો ઓરડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ દેવજીભાઈ ભોયાએ આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ઘ પોતાના પિતાને ધાતક હથિયાર વડે મોત નિપજાવવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ધીરજ પરસોતમ વિરુદ્ઘ ગુન્હો દાખલ કરી પોલીસે ધરપકડ કરી હતી જે અંગેનો કેસ ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલતો હોય જેમાં મોરબીના ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ જજ સમક્ષ બચાવપક્ષે એડવોકેટ દિલીપ અગેચણિયા દ્વારા દલીલો કરી પ્રત્યક્ષ પુરાવા રજૂ કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ જવાની સાથે સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ નિવેદન આપનાર વિપરીત જુબાની આપતા હોવાનું તેમજ મરણજનારના પુત્રને પાછળથી ખબર પડેલ કે તેમના પિતાજીનું ખૂન ધીરજે કર્યું છે. તમામ પુરાવા અને જુબાનીમાં ફરિયાદ પક્ષ તહોમતદારની સંડોવણી અંગેના પ્રત્યક્ષ પુરાવા આપવામાં નિષ્ફળ જતા બચાવપક્ષે નિર્દોષને ખોટી સજા ન થવી જોઈએ તેવી દલીલ કરતા  અદાલતે આરોપી ધીરજ પરસોત્ત્।મને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

(12:54 pm IST)