Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પિઝા હટ હવે ભાવનગરમાં

મુંબઇ તા. ૧૯ : પિઝા હટ, ભારતનું અગ્રણી પિઝા બ્રાન્ડ,  ભાવનગરમાં પબ્લિક માટે ખોલવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આ એકમાત્ર પિઝા હટ સ્ટોર છે અને પિઝા હટના આ નવા સ્ટોરમાં વેજ  વાનગીઓ જ બનાવવામાં આવે છે. સ્ટોર એક અવનવાં રૂપમાં અને એક એવા આકર્ષક મેન્યુ સાથે ખુલ્યો જેમાં પીઝા હટનું મુખ્ય આકર્ષણ એવા પેન પિઝા પણ છે. પિઝા હટ બધા વર્ગ અને ઉમરના ગ્રાહકો, જેમ કે વિદ્યાર્થીઓ થી લઇને નોકરિયાતો અને પરિવારો ને લુભાવવા ઈચ્છે છે.

 

પિઝા હટ ના ભારત ઉપખંડ ના મેનેજીંગ ડાઈરેકટર, ઉન્નત વર્મા નું કેહવું છે કે 'અમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખતા અમારી સતત કોશિશ રહે છે કે અમે તેઓ ને કઈં નવીન વાનગીઓ પ્રસ્તુત કરીએ.  અમને બહુ આનંદ છે કે અમે અમારા ભાવનગર ના અમારા સ્ટોર માટે એક નવો દેખાવ અને અનુભવ ઉભો કરીએ છીએ. અમને ખાતરી છે કે અમારા આ નવા સ્ટોર એના વિશિષ્ટ પરિસર, આકર્ષક દેખાવ ના કારણે આ વિસ્તાર ની સૌ થી મનગમતી રેસ્ટોરાં બનશે.'

 

આ નવા સ્ટોર માં ૭૦ લોકો ને બેસાડવા ની ક્ષમતા છે અને એનો સાંપ્રત ગોઠવણી સાથે ડિઝાઇન અને સુંદર આંતરિક સુસજાવટ પણ છે. વધુ માં અન્ય વિકલ્પોમાં કાયમી લોકપ્રિય પેન પિઝા પણ છે, જે તાજા બનાવવા માં આવેલા લોટ(બેસ) પર વિલક્ષણ શાક અને ઘટક તેમજ મોઝરેલા ચીઝ નાખીને પકાવવામાં આવ્યા હોય છે

(12:53 pm IST)