Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

રૂપાણી કચ્‍છમાં

મુખ્‍યમંત્રી એક દિ'ની મુલાકાતે પધાર્યા

ભૂજ, તા. ૧૯ :. રાજ્‍યના મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી એક દિવસની કચ્‍છની મુલાકાતે આજે સવારે આવ્‍યા છે. તેઓ સવારે ૧૦.૦૫ કલાકે માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કરી ૧૧ કલાકે ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ૧૧.૧૫ કલાકે ભુજિયા ડુંગરના સ્‍મૃતિવનની મુલાકાત અને બેઠક બાદ ૧૨.૧૦ કલાકે માધાપરની ગૌરક્ષા સંસ્‍થાની મુલાકાત લઈ, બાદમાં ૧૨.૪૫ કલાકે કલેકટર કચેરીના કોન્‍ફરન્‍સ હોલ, ભુજ ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને કચ્‍છની અછત પરિસ્‍થિતિની સમીક્ષા કરેલ હતી.

બાદમાં ૧.૪૫ કલાકે ઉમેદભુવન ખાતે બેઠક અને ભોજન બાદ સાંજે ૪ કલાકે સેન્‍ડલ વૂડ, મિરજાપર રોડ, ભુજ ખાતે દિવાળી સ્‍નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે.

(1:09 pm IST)