Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચોરવાડના ઝુંડ ભવાની માતાજીના મંદિરના જીર્ણોધ્ધાર માટે ટ્રસ્ટીઓની મીટીંગ

ચોરવાડ તા.૧૯: પૌરાણીક ઝુંડ ભવાની માતાજીના મંદિરે વર્ષ દરમ્યાન દરેક સમાજના લોકો દર્શનાર્થે આવતા હોય છે. તેમજ વર્ષ દરમ્યાન ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં મેળાનુ આયોજન પણ કરવામા આવતુ હોય છે ત્યારે આ મંદિરના જીણોધ્ધાર માટે ચર્ચા વિતારણા કરવા આગમી તા. ૨૫ના રોજ સાંજે ૪ કલાકે ટ્રસ્ટીઓની એક અગત્યની બેઠક મળનાર છે આ બેઠકમાં તમામ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેનાર છે.

આ બેઠકમાં મંદિરના જીણોધ્ધારમાં આશરે રૂ.૧૭ કરોડનો ખર્ચ થનાર છે અને આ કાર્ય આગામી વર્ષમાં પણ થાય તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્નશીલ રહી મંદિરના જીણોધ્ધારના કાર્યને સંપન્ન કરનાર છે આ ધાર્મિક કાર્યમાં દાતાઓને સહભાગી થવા યથાશકિત યોગદાન આપવા અનુરોધ કરેલ છે અને મીટીંગમાં પણ ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

(11:49 am IST)