Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ઉના શહેર, તાલુકા અને ગીરગઢડા તાલુકા કોંગ્રેસનું નવા વર્ષનું કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું

ઉના, તા. ૧૯ : ઉના શહેર, તાલુકા અને ગીરગઢડા તાલુકા કોંગ્રેસના કાર્યકરોનું નવા વર્ષનું સ્નેહ મિલન સમારોહ ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ બી. વંશના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા, પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયા, ધારાસભ્ય વિસાવદર હર્ષદભાઇ રીબડીયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા, પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડ, ધારી-ચલાળાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, ભરતભાઇ ભટ્ટ બન્ને તાલુકાના જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો બન્ને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઇ ડાભી, બાલુભાઇ હિરપરા તથા મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો પધારેલ હતા.

દીપ પ્રાગ્ટય, મહાનુભાવોનું સન્માન બાદ પધારેલ આગેવાનો તથા ધારાસભ્ય પુંજાભાઇ વંશે. કાર્યકરોને જણાવેલ કે ર૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં તન તોડ મહેનત કરી કોંગ્રેસના સાંસદને વિજયી બનાવવાના છે.

ધારાસભ્ય પુંજાભાઇએ જણાવેલ કે ઉના નવાબંદર દરિયા કિનારે માછીમારો માટે નવી જેટી બનાવવા ૪ વરસ પહેલા રાજય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા ૧પ૯ કરોડના ખર્ચે નાણા મંજુર કરાવી ટેન્ડરો બહાર પાડેલ હતાં ત્યારબાદ ચૂંટણી પૂરી થઇ ગયા બાદ ફરી પાછો રીસર્વે કરાવી રપ૮ કરોડ ખર્ચે જેટી બનાવવા જાહેરાતો કરેલ જે આજ સુધી કોઇ કામગીરી થઇ નથી. સાગરખેડુ યોજના પણ લાભ મળતો નથી.

ઉના શહેરમાંથી પસાર થતો નેશનલ હાઇવે રોડ તથા ભૂગર્ભ ગટરના ઢાંકણા રોડથી ઉંચા હોય વારંવાર અકસ્માત થતા હોય તે સરમા નહીં કરાય તો કાયદો હાથમાં લઇ તંત્રને જગાડવા આંદોલન કરવા તૈયારી બતાવી હતી. સંચાલન અને આભારવિધિ ગુણવંતભાઇ તળાવીયાએ કરી હતી.

(11:47 am IST)