Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

તળાજા ના સાંગાણા ગામે કૂવામાં પડી ગયેલ દીપડાનું વન વિભાગે કરયુ રેસ્કયુ

ખાટલો નાખી પાણીમાં રહેલ દીપડા ને બેસાડી શાંત કર્યા બાદ દોરડાની મદદ થીજ પાંજરે પૂર્યોઃ આખી રાત ચાલ્યુ ઓપરેશન

તળાજા, તા.૧૯: તળાજા વન વિભાગ એ જુના સાંગાણા ગમે આવેલ વાડી ના ખુલ્લા કૂવામાં અકસ્માતે ખાબકેલ દીપડા ને ગત આખી રાત રેસ્કયુ કરી બચાવી લેવામાં સફળતા મેળવી હતી. વાડી માલિક અને ખેત મજુરની જાગૃતાના કારણે દીપડો કૂવામાં ખાબકયો હોવાની જાણ વન વિભાગને થઈ હતી.

તળાજા વનકર્મી જી.એલ. વાઘેલા પાસેથી મળતી વિગતો અનુસાર ગત રાત્રીના અગિયારેક વાગ્યા ના સુમારે કોલ આવેલ. જેમાં જુના સાંગાણા ગામના જગદીશસિંહ પ્રભાત સિંહ સરવૈયાની વાળી ના ખુલ્લાં કૂવામાં દીપડો પડેલ હોવાનું જાણમાં આવતા સ્ટાફ ના માણસો અને એનિમલ કેર સેન્ટર ના ડો.જે.પી.દેસાઈ સહિતના એ કુવા પર જઈ રાત્રેજ દીપડા ને સલામત રીતે બહાર કાઢવા ની કાર્ય વાહી શરૂ કરેલ.

પાણી માં પડેલા દીપડા ને શાંત કરવા માટે ખાટલો નાખી તેના પર નિરાંતે બેસવા દીધેલ.

ત્યારબાદ દીપડા ને સરકણી ગાંઠ ના ગળીયાઓ બધી કુવા નજીક સાવ પીંજરું લાવી ને અંદર લેવામાં આવ્યો હતો. હાલ દીપડા ને એનિમલ કેર સેન્ટર જેસર મોકલી આપવામાં આવેલ હતો.

રેસ્કયુ મોડી રાત્રે શરૂ કરી સવાર ના ૪.૪૫ સુધી માં સફળતા મેળવેલ હતી. રેસ્કયુ ટિમ માં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિનજલબેન જોશી. ફોરેસ્ટર જી.એલ. વાઘેલા. એમ. કે. વાઘેલા ,હીરાભાઈ ભરવાડ,મુન્નાભાઈ સરવૈયા, ભુપત ભાઈ ડોડીયા જોડાયા હતા.

(11:41 am IST)