Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

વેળાવદરમાં ત્રિદિવસીય તુલસી વિવાહ મહોત્સવ સંપન્ન

સ્વામીનારાયણ સંતોના હસ્તે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું

વેળાવદર-ભાવનગર તા ૧૯ : ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામે ભંડેરી તથા ગોળવિયા પરિવારના સયુંકત ઉપક્રમે ત્રિદિવસીય તુલસી વિવાહ મહોત્સવનો તા.૧૭ થી શુભારંભ થયેલ છે. વેળાવદર ગામના પ્રવેશ દ્વારે સુંદર મજાનું એક રમણિય સંકલનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સર્કલમાં સ્વામિનારાયણ ભગવાનની નિલકંઠવર્ણી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ લોકદર્શનાર્થે ગઢડા, ભાવનગર, સરધાર, બગસરાથી પધારેલા સ્વામિનારાયણ સંતો દ્વારા તેમના કરકમળોથી ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે એસ.પી.સ્વામી (ગઢડા)  શ્રી સુપાન સ્વામી, માધવ પ્રિયદાસ સ્વામી (બોટાદ) શ્રી હરીશરણ સ્વામી, બાલસ્વામી (સરધાર) તથા અન્ય ગણમાન્ય સંતોની વિશેષ પાવન ઉપસ્થિત રહયા હતા. ગામની મધ્યમાં કુલ-૩ અને સરહદ પર એટલેે કે સીમાડે એક એમ કુલ ચાર મોટા રળિયામણા પ્રવેશદ્વારોનું પણ લોકાર્પણ કરેલ. આ પ્રસંગે સત્સંગસભાને સંબોધતા પુ.શ્રી સંતોએ પોતાનો રાજીપો વ્યકત કરી આવા લોક કલ્યાણના કાર્યો શ્રી હરીની પ્રેરણાથી વધુ ને વધુ સાકાર થાય તેવી મહેચ્છા જાહેર કરી, દાતાશ્રી મગનભાઇ પ. ભંડેરી પર હજુ વધુ પરમાત્માની કૃપા વરસે તેવી ગઢપુર પતિ ગોપીનાથજી દેવને પ્રાર્થનાની મહેચ્છા વ્યકત કરી હતી. બપોરબાદ ઠાકોરજી (શાલીગ્રામના) મુખ્ય યજમાન દાતા શ્રી કાળુભાઇ દુલાભાઇ ગોમવિયા દ્વારા મંડપ રોપણ  અને શાલિગ્રામ ઠાકોરજીની શોભાયાત્રા  યોજાયેલ જેમાં ઘોડા, ઊંટ, હાથી , બળદગાડા વગેરે  જાડાયા હતા. ગામના તમામ અબાલ વૃધ્ધો એે સાંજના મહાપ્રસાદ  લીધો હતો.

તા.૧૮-૧૧-૨૦૧૮ ના રોજ વેળાવદરના મગનભાઇ ભંડેરીના નિવાસ સ્થાને તુલસી વિવાહના મંડપ મૂહુર્તથી વિધિ સંપન્ન થશે.સાંજે ૮.૦૦ કલાકે સંગીત સંધ્યાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થશે, જેમાં બહેનોનો રાસોત્સવ પણ યોજવામાં આવ્યો છે.

આજે તા. ૧૯ ને સોમવારે ઠાકોરજીની ભવ્ય વરયાત્રા યોજાઇ હતી. વ્િવિધ રાસમંડળીઓ સામેલ થયેલ હતી. ઢળતી સંધ્યાએ વિશાળ સભા મંડપમાં ઠાકોરજીની પધરામણી થશે. શહેનાઇની સુરાવલ્લી અને ગીત ગુંજન થી તુલસી વિવાહ મહોત્સવ સંપન્ન થયો હતો. આ મુખ્ય કાર્યક્રમમાં ધ.ધુ.પ.પુ. ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજજી એ આર્શિવચન આપ્યા હતા.

સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલનમાં શ્રી મગનભાઇ પી. ભંડેરી, શ્રી કાળુભાઇ ખુ.ગોળવિયા, ઘનશ્યામભાઇ ભંડેરી, પ્રકાશભાઇ ભંડેરી તથા ગામના તમામ ગ્રામજનો એ. જહેમત ઉઠાવી હતી.

(10:55 am IST)