Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

માળીયામિંયાણાના ખાખરેચી ગામે દસ હજાર ખેડુતોના સિંચાઈ પ્રશ્ને ઉપવાસ

ખાખરેચી વેણાસર માર્ગ પર ૧૨ ગામના ૧૦ હજારથી વધુ ખેડુતોની મહારેલી પાણી પ્રશ્ને આંદોલન

માળીયામિંયાણા, તા.૧૯: ખાખરેચી ગામે માળીયા બ્રાંચ કેનાલમાં પાણી ન છોડાતા તા.૧ ઓકટોબરના આંદોલન બાદ ફરી આજે ખાખરેચી મુકામે ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા મહારેલીનુ એલાન કર્યુ છે જે સવારે ખાખરેચી ગામેથી વેણાસર માર્ગ પર દસ હજારથી વધુ ખેડુતોની હાજરીમાં વિશાળ રેલી કેનાલ તરફ પ્રયાણ કરશે માળીયા બ્રાંચ કેનાલ પર હજારોની સંખ્યામાં ખેડુતો ખેડુત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે મોરબી માળીયા તાલુકાના છેવાડાના ૧૨ જેટલા ગામડાઓને સિંચાઈનુ પાણી ન મળતુ હોવાથી માળીયા બ્રાંચ કેનાલમાં પાણીનો પુરતો જથ્થો છોડવા મામલે આંદોલન તેમજ મહારેલીનુ રણસિંગુ ફુંકયુ છે.

સરકારને જગાડવા ફરી તાલુકા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા દસ હજારથી વધુ ખેડુતોને સાથે રાખી ખેડુતોને થતા અન્યાય સામે તેમજ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં લાખોનુ દેણુ કરી વાવેતર કર્યુ હોય ત્યારે સરકાર પાણી ન આપી ખેડુતોને જીવતા મરવુ પડે તેવી કફોડી હાલત થઈ છે જેથી હાલ ખેડુતો પોતાનુ રહ્યુ સહ્યો એકમાત્ર શિયાળુ પાક લઈ જેમ તેમ વર્ષ નીકળી જાય તેવા હેતુ પાણીની માંગ સાથે હજારો ખેડુતો મેદાને પડશે જે માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે જે ખેડુતો ખાખરેચી ગામે એકત્રીત થઈ વેણાસર રોડ પર આશરે દોઢ કિલોમીટર લાંબી રેલી કાઢી માળીયા બ્રાંચ કેનાલ પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ખેડુતોના પ્રશ્ર્નોને ચાંઉ કરી ઉંઘતી સરકારને જગાડવા હજારો ખેડુતો જય જવાન જય કિશાનના નારા સાથે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરશે માળીયાના છેવાડાના ઘણા ખરા ગામડાઓ સુધી કેનાલમાં પાણી ન પહોંચતુ હોવાથી લાગુ પડતા ગામોમાં આંદોલનના બેનરો લાગી ગયા છે.

(11:06 am IST)