Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ધોરાજીના વેગડી ગામે આરોપીને ઝડપવા જતા દારૂની ભઠ્ઠી સાથે રૂ ૫૮ હજારનો મૂદામાલ મળ્યો

ધોરાજી,તા.૧૯: ધોરાજી પોલીસે વેગડી ગામે આરોપીને ઝડપવા જતા દારૂની ભઠ્ઠી સાથે રૂ ૫૮ હજારનો મૂદામાલ ઝડપી પાડીને ફરાર બે આરોપી ઓ વિરૂધ્ધ ગૂનો નોંધી વધૂ તપાસ હાથ ધરાઈ છે

ધોરાજી પોલીસે મથકે થી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડવા જીલ્લા પોલીસ વડા બલરામ મીનાની સૂચના અન્વયે જેતપુર ડીવાયએસપી ભરવાડના માગદશન તળે ધોરાજીના ઈ.ચા પીઆઈ પલલાચાય તથા પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરતા વેગડી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઓ ચાલતી હોવા ની બાતમી  મળતાં પોલીસે દેશી દારૂનો ૧૨૩૦ લીટર જથ્થો, કિમત ૨૪ '૬૦૦ ,૧૬ બેરલ આથો, ગોળ સહિતનો રૂ ૫૮ હજારના મૂદામાલ ઝડપી પાડેલ છે આ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતાં આરોપીઓ ભકા દેશૂર તથા સૂદા દેશૂર નાસી જતા પોલીસે ગૂનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.

(10:52 am IST)