Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મોરબી અને ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ : પાકને નુકસાન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૯ :  રવિવારે વહેલી સવારે મોરબી શહેર અને જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હવામાનમાં આવેલ પલટો બાદ સાંજના સુમારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો તે પૂર્વે હળવદના રણકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તેમજ માળિયા પંથકના અનેક ગામડાઓમાં બપોરે વરસાદ વરસ્યો હતો કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તૈયાર પાકને નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં ૨૯ મીમી અને ટંકારા તાલુકામાં ૦૮ મીમી વરસાદ નોંધાયો હતો

માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું હતું માળીયા તાલુકાના મંદરકી ગામે રહેતા સવિતાબેન હરિભાઈ અગેચણીયા વાડીમાં કામ કરતા હતા અને હવામાનમાં પલટો આવતા સાસુ વહુ વાડીએથી ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે સાસુ સવિતાબેન પર વીજળી પડતા મોત નિપજયું હતું જે બનાવને પગલે મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો

 આજે કમોસમી વરસાદ અને માવઠું જોવા મળ્યું હતું જેમાં મોરબીના નાની વાવડી ગામના મકાન પર વીજળી પડી હતી જેના પગલે વીજઉપકરણોને નુકશાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

 મોરબીના નાની વાવડી ગામના બજરંગ સોસાયટીના એક મકાનમાં આજે વીજળી પડી હતી સાંજના સુમારે શરુ થયેલ વરસાદ અને ગાજવીજ બાદ મકાન પર વીજળી પડી હતી જેના પગલે દ્યરની છતમાં નુકશાન થવા પામ્યું હતું તો આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકશાન થયું હતું બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

(1:37 pm IST)