Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જામનગરના ભુમાફિયા જયેશ પટેલના સાગરીતોની રિમાન્ડમાં આકરી પૂછપરછ

જયેશ પટેલે બુધ્ધિપૂર્વક જુદા-જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુન્હાખોરી આચરીઃ કડાકા-ભડાકાના એંધાણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: ભુમાફિયા જયેશ પટેલના સાગરીતોની રીમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ હાથ ધરાઇ છે.

ભુમાફિયા જયેશ પટેલ સાથે સંકળાયેલા બે વકીલો ઉપરાંત અન્ય સાગરીતો પર પણ સકંજો કસાઈ શકે છે. હાલમાં જ ગુજસીટોક હેઠળ ઝડપાયેલા ખ્યાતનામ બિલ્ડર નિલેશ ટોલિયા, કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મચારી વશરામ મિયાત્રા, અખબાર સાથે સંકળાયેલા પ્રવીણ ચોવટીયા, અનિલ પરમાર નામના ૫ આરોપીઓને ૧૨ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે.

જયારે પ્રફુલ્લ પોપટ, બિલ્ડર મુકેશ અભંગી, જીગર આડતીયા સહિતના ૩ આરોપીઓને ૯ દિવસના રિમાન્ડ પર સોંપયા બાદ જામનગર પોલીસે તમામ આરોપીઓને આગવી ઢબે ખુબજ ખાનગીરાહે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઉપરાંત ગુજસીટોક હેઠળના અન્ય આરોપીઓમાં બે વકીલ અને બિલ્ડર ઉપરાંત અગાઉ ઝડપાયેલા એક શખ્સના ભાઈને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

રાજકોટૅંૅંૅં જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ૮ સાગરીતોના ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ રાજકોટ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ , અતુલભાઇ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા , અનિલભાઈ મનજીભાઈ પરમાર, મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા, જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયાના ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશનર નિતેશ પાંડેએ રાજકોટ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી , સ્પેશિયલ સેશન્સ કોર્ટ સમક્ષ જે આરોપીઓના નામ રજૂ કરવામાં આવ્યા છે તેમાં જયસુખભાઇ મૂળજીભાઈ રાણપરીયા ( જયેશ પટેલ), નિલેશભાઈ મનસુખભાઈ ટોલિયા, પ્રફુલભાઈ જેંતીલાલ પોપટ, અતુલભાઇ વિઠ્ઠલભાઈ ભંડેરી, પ્રવીણભાઈ પરસોતમ ભાઈ ચોવટીયા, અનિલભાઈ મનજીભાઈ પરમાર, મુકેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), વશરામભાઈ ગોવિંદભાઈ મિયાત્રા, જીગર (જીમી) પ્રવીણભાઈ આડતીયા, યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ વલ્લભભાઈ અભંગી (પટેલ), સુનિલભાઈ ગોકલદાસ ચાંગાણી અને વસંતભાઈ લીલાધરભાઇ માનસાતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાથી ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કરવા માંગણી કરી છે. જેની સામે કોર્ટે ૯ થી ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પ્રકરણમાં જયેશ પટેલે બનાવટી નોટિસો પ્રસિદ્ઘ કરાવવા માટે વકીલ વસંતભાઈ માનસાતા, ધમકાવવા માટે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર વશરામભાઈ મિયાત્રા, વર્તમાન પત્ર ચલાવા અને નાણાકીય ઉઘરાણી માટે નવાનગર ટાઈમ્સ ના મેનેજર પ્રવીણભાઈ ચોવટીયા, મારકૂટ તથા બળજબરીપૂર્વક લોકો પાસેથી વસ્તુ પડાવી લેવા માટે યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજા, નાણાંનુ અન્ય રોકાણ કરવા માટે બિલ્ડર રમેશભાઈ તથા મુકેશભાઈ અભંગી, મોટી રકમોના સોદાઓના સેટલમેન્ટ માટે સમાજના આગેવાન અને બિલ્ડર નિલેશભાઈ ટોલિયા, બારોબાર હોવાનો પાડી શકાય તે માટે સુનિલ ચાંગાણી, હવાલા કૌભાંડ આચરી શકાય તે માટે અનિલ પરમાર સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે બુદ્ઘિપૂર્વક જુદા જુદા ક્ષેત્રમાં સંકળાયેલા લોકોનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરી છે. જેમાં વકીલ - કોર્પોરેટર - જેલમાંથી છૂટેલા આરોપીઓ - અખબારના મેનેજર સહિતનો ઉપયોગ કર્યો હોવાનું ખૂલ્યું છે રાજકોટ કોર્ટમાં જામનગરના આરોપીઓ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે.

જામનગર સીટી વિભાગના મદદનીશ પોલીસ કમિશનર નિતેશ પાંડે એ પ્રિન્સિપાલ એન્ડ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટશ્રી, સ્પેશિયલ સેશન્સ કોર્ટ રાજકોટ સમક્ષ જયસુખ મૂળજીભાઈ રાણપરીયા (જયેશ પટેલ) પ્રકરણમાં જુદા જુદા વિભાગમા કાર્યરત જયેશ પટેલ ના૧૪ જેટલા સાગરિતો - આરોપીઓ સામે ગુનો દાખલ કરીને રિમાન્ડ આપવા માંગણી કરી છે.

રિમાન્ડ માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જયેશ પટેલ પોતે સુવ્યવસ્થિત રીતે પોતાનું ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ચલાવી શકવામા મદદરૂપ ભૂમિકા અદા કરી શકે અને કોઈ પણ મુશ્કેલીઓનો સરળતાથી રસ્તો કાઢી શકાય તેમજ સમાજમાં ભાડૂતી ગુંડાઓ મારફતે ફાયરિંગ કરાવી ડર ઉભો કરાવી પોતે ડોન હોવાની છાપ પ્રસ્થાપિત કરવા માંગતા હોવાનું જણાવ્યું છે.

ચર્ચાતી વિગતો મુજબ જામનગરના ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોશીની હત્યાના બનાવમાં આરોપીઓ વતી જામનગરના કોઈપણ વકીલોએ ઉભુ રહેવું નહીં ઙ્કતેવો ઠરાવ જામનગર વકીલ મંડળે કર્યો હતો.

પરંતુ વસંતભાઈ માનસાતા આમ છતાં પણ આરોપી તરફે ઉભા રહ્યા હતા જેથી જામનગર બાર એસોસિએશને તેમને સભ્ય પદેથી દૂર કર્યા હતા.

(1:35 pm IST)
  • જમ્મુ કાશ્મીર ક્રિકેટ એશોશિએશનમાં 43 કરોડ રૂપિયાનો ગોટાળો : પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા ઉપર કથિત ગોટાળાનો આરોપ : ઈ .ડી.ની ઈન્કવાયરી શરૂ : બીસીસીઆઈ દ્વારા ક્રિકેટને પ્રોત્સાહન આપવા ફાળવાયેલી રકમમાં ઘાલમેલ access_time 1:26 pm IST

  • ચેન્નાઈની ચિંતા વધી : બ્રાવો હજુ બે સપ્તાહ નહિં રમે : ચેન્નાઈના ઓલરાઉન્ડર ડી. બ્રાવો વધુ બે સપ્તાહ નહિં રમી શકે તેની ઈન્જરી વકરી છે. દિલ્હી સામેના મેચમાં બોલીંગ પણ કરી ન હતી. access_time 2:37 pm IST

  • રાજકોટ મહેસુલી જિલ્લામાં પૂર્વ પરીક્ષા પાસ ન કરતા ફિકસ પગારવાળા બે કારકૂનને નોકરીમાંથી છૂટા કર્યા : રાજયમાં ૨૦૦૮થી મહેસુલ ખાતામાં ફિકસ પગાર મામલતદારની નિમણુંક થાય છે : આ લોકોએ ફરજીયાત પૂર્વ પરીક્ષા ત્રણ ટ્રાયલમાં પાસ કરવાની હોય છે : આવી પરીક્ષા ત્રણ તબક્કામાં પાસ ન કરનાર રાજકોટ અને કોટડા સાંગાણીના બે કારકૂનને કલેકટરે નોકરીમાંથી છૂટા કરી દેતો હુકમ કર્યો છે : તાજેતરમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ તાલીમ પરીક્ષા પાસ ન કરનારને ડાયરેકટ નોકરીમાંથી છૂટા કરાશે તેવી જાહેરાત કરી હતી. access_time 3:36 pm IST