Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જામનગરમાં સુકો ભીનો કચરો અલગ કરવા માર્ગદર્શન

 જામનગર : સ્વચ્છ સર્વેક્ષણ - ૨૦૨૧ અંતર્ગત જન જાગૃતિ અભિયાન અન્વયે વોર્ડ નં.૩ના અલગ અલગ વિસ્તારોમાં સુકો તેમજ ભીનો કચરો અલગ અલગ કરીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતી ગાડીઓમાં આપવા અંગે પત્રિકા વિતરણ કરી આ અંગેની માહિતી અને જરૂરી સમજણ આપવામાં આવેલ વોર્ડનં.૩ના કોર્પોરેટરશ્રી તથા મનપાના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સુભાષભાઇ જોશી, પૂર્વ મેયર તથા કોર્પોરેટર દિનેશભાઇ પટેલ, કોર્પો.શ્રીમતી અલ્કાબા જાડેજા, વોર્ડ પ્રમુખ અશ્વિનભાઇ છાપીયા, વોર્ડ મહામંત્રી પ્રવિણભાઇ અમૃતિયા, નરેનભાઇ ગઢવી, વોર્ડ ઉપપ્રમુખ નગીનભાઇ ખીરસરીયા, નિષાબેન અસ્વાર, હંસાબેન ભંડેરી, વિક્રમસિંહ જાડેજા, અજીતસિંહ ચુડાસમા, કિશોરભાઇ, સુભાષભાઇ ચંદારાણા, શશીભાઇ બારોટ, યુવા મોરચાના પ્રમુખ દર્શનભાઇ ત્રિવેદી, મહામંત્રી રિશીભાઇ ટાંક, વોર્ડના એસ.એસ.આઇ ભરતભાઇ વાઘેલા, મહેન્દ્રસિંહ જાડેજા અને એસ.આઇ.બાબરીયાભાઇ હાજર રહેલ. પત્રિકા વિતરણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(12:39 pm IST)