Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

પોરબંદરના દરિયામાં રાત્રીના ર૦ થી રર કિ.મી. ઝડપે પવન ફુંકાયેલઃ બંદર ઉપર ૧ નંબરનું સિગ્નલ

કાંઠે દોઢ થી બે મીટરે ઉછળતાં મોંજાઃ માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૯ : અરબી સમુદ્રમાં રાત્રે લો પ્રેશરની અસરથી ર૦ થી રર કિ.મી. ઝડપે પવન ફુંકાયો હતો. જેની આજે સવારે ગતિ ઓછી થઇને ૬ કિ.મી. પવનની રહેલ છે. આજે સવારે કાંઠા ઉપર સામાન્ય મોંજા કરતા દોઢ થી બે મીટર ઉંચા મોંજા ઉછળી રહેલ છે.

બંદર ઉપર એક નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સુચના અપાઇ છે. ગઇકાલે જળાશય વિસ્તારોમાં રાત્રીના વીજ ચમકારા અને ગાજવીજ ચાલુ રહયા હતાં. પરંતુ માત્ર હળવા ઝાપટા વરસી ગયા હતા. ખંભાળા જળાશયમાં પમીમી અને ફોદાળા જળાશયમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૩.પ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન રપ.૪ સે.ગ્રે. ભેજ ૮૬ ટકા પવનની ગતિ ૬ કિ.મી. સુર્યોદય ૬.૪૯ તથા સુર્યાસ્ત ૬.ર૩ મીનીટે

(12:39 pm IST)