Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

લતીપુર -૫, ધ્રોલ -શિહોરમાં ૪ ઇંચ : ખેડૂતોની મુંજવણ વધી

વિદાય લેતા ચોમાસામાં વરસાદ વરસતા કપાસ -મગફળીના પાકને નુકશાન : સવારે શિયાળો, બપોરે ઉનાળો : એક જ દિવસમાં ૩ ઋતુનો અનુભવ

પ્રથમ તસ્વીરમાં ભાવનગર યાર્ડમાં ડુંગળી અને મગફળીનો પાક પલળી ગયો હતો. બીજી તસ્વીરમાં ગારીયાધાર, ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં પડેલ વરસાદ અને ચોથી તસ્વીરમાં ધોરાજી પંથકમાં પાકને નુકશાન થયું તે નજરે પડે છે. (તસ્વીર : મેધના વિપુલ હિરાણી(ભાવનગર), ચિરાગ ચાવડા (ગારીયાધાર), ભાવેશ ભોજાણી (ગોંડલ), કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી)(૨૨.૧૭)

રાજકોટ,તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વિદાય લેતા ચોમાસામાં વરસાદ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે. અને કપાસ, મગફળી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની મુંજવણમાં વધારો થયો છે.

ગઇ કાલે સાંજથી એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો.

વિજળીના બિહામણા ચમકારાથી લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

આવા વાતાવરણ વચ્ચે જામનગરનાં લતીપુરમાં ૫ ઇંચ, ધ્રોલમાં  ૪ ઇંચ અને  વરસાદ પડ્યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જીલ્લાના લતીપુરમાં ૫ ઇંચ, ધ્રોલ અને લૈયારામાં ૪ ઇંચ, પીપરતોળામાં સાડા ત્રણ ઇંચ, જાલીયાદેવાણી, જામવંથલીમાં ૩ ઇંચ, ફલ્લામાં અઢી ઇંચ, મોટી બાણુંગાર-ધુતારપુર, અલીયાબાડા, પીઠક, ભ.ભેરાજામાં ૨ ઇંચ ડબાસંગમા દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

જામગઢકા

જામગઢકાઃ જામકલ્યાણપુર તાલુકાના જામગઢકામાં કાલે એક ઇંચ વરસાદ પડ્યો હતો.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ : મેઘરાજા ને ગોંડલ પ્રત્યે જાણે વ્હાલ ઉભરાયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મેઘવષાઁ વરસાવી રહ્યા છે. કાલે રાત્રે સાડા સાત વાગે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદ વરસતાં દોઢ ઇંચ નોંધાયો છે.વરસાદ સાથે વિજળી નાં કડાકા ભડાકા અને ભારે ગાજ વીજ સર્જાઇ હતી. બંધીયા ગામે સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.

વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ટાઢોડું ફેલાયું હતું.

ગારીયાધાર

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર : ગારીયાધાર શહેર ઉપરોત, પરવડી, નાની વાવડી, રૂપાવટી, વિરડી, નવાગામ સહિતના વિસ્તારોમાં કાલે સાંજે ૬ કલાકે ભારે વરસાદ વરસી પડ્યો હતો સતત બે દિવસથી સતત ગરમીમાં ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોને રાહત મળી હતી.

જ્યારે સતત વરસેતા વરસાદમાં ખેડૂતોનો બચેલા શિંગ અને કપાસના તૈયાર થયેલો પાકોને આજના વરસાદથી પડ્યા પર પાટુ માર્યા બરોબર થયું હતું.

પડધરી

(મનમોહન બગડાઇ દ્વારા)  પડધરીઃ પડધરી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને પારાવાર નુકસાન થયું છે. વિજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ ટંકારામાં સાંજે ગાજ વીજ સાથે જોરદાર વરસાદ વરસી ગયો ૨૧ મિલીમી વરસાદ પડે લ.કુલ૧૩૬૭ મિલી મીટર વરસાદ પડેલ હતો. નાના મોટા ખિજડીયા, રામપર ,નશિતપર ,ધુનડા, વાધગઢ ,ગજડી, ઉમીયા નગર ,કલ્યાણપર ,જોધપર ઝાલા, જબલપુર, લખધીરગઢ, વિરપર, લજાઈ, હરબટીયાળી મિતાણા ,નેકનામ હમિરપર જીવાપર સજ્જનપર હડમતીયા સહિત ના ગામડા મા અડધાથી બે ઇંચ વરસાદ પડેલ. પ્રવીણ પરમાર અણેજ કલ્યાણ પર ગામ માં ત્રણ ઇંચ વરસાદ પડે છે ખીજડીયા માં ત્ર ઈચવરસાદ પડેલ છે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ મુળી તાલુકાનાં ગામોમાં આજે સાંજના વરસાદી વાતાવરણ અને વાદળો ગોરંભાયેલા હતાં અને વિજળી ની તિવ્રતા થી વરસાદ ચાલુ થતાં દુધઈ,સરલા, કુંતલ પુર,ગઢડા, વડધ્રા,રાયસંગપર,વેલાળા,ખંપાળીયા ,જેવા ગામોમાં વરસાદ પડતાં ખેડૂતો મોઢે આવેલ કોળીયા જેવો પાક ને મોટું નુકસાન થયું હતું આશરે દોઢ થી બે ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો

ખેડૂતો ને વરસાદ થકી ચાલુ વર્ષે મોટું નુકસાન થયું છે ત્યારે ફરી માવઠું થતાં જગતતાત પાયમાલ થયો છે ખેડૂતો નો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમને હવે એક જ યોજના મુખ્યમંત્રી કીશાન સહાય યોજના માં ગાઈડ લાઈન મુજબ સમાવેશ કરી તાત્કાલિક અસરથી વળતર ચુકવવા માં આવે તેવી માંગ કરેલ હતી.

પાટણવાવ

(નરશીભાઇ જેઠવા દ્વારા) પાટણવાવઃ પાટણવાવમાં રવિવારના રોજ બપોરના ૧:૩૦ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવતા પાટણવાવ તેમજ કાથરોટા તથા આજુબાજુના વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં રહેલી મગફળી તથા ઉપાડેલ મગફળીના પાયબર તેમજ કપાસમાં આવેલ જીંડવા કમોસમી વરસાદથી નુકસાન થયેલ છે. મગફળીના પાથળા પલળી ગયેલ અને કપાસમાં આવે જીંડવા ખરી જતા ખેડૂતોને ખૂબ જ નુકશાન થયેલ છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

જામનગર

મીમી

ધ્રોલ

૧૦૯

''

જોડિયા

૪૨

''

લાલપુર

૧૧

''

ભાવનગર

ગારીયાધાર

મી.મી.

ઘોઘા

૪૨

''

ભાવનગર

૩૭

''

શિહોર

૯૨

''

રાજકોટ

ઉપલેટા

મીમી

કોટડાસાંગાણી

૫૧

''

ગોંડલ

૬૩

''

જેતપુર

૩૫

''

જસદણ

''

જામનગર

''

ધોરાજી

૫૬

''

પડધરી

૩૨

''

રાજકોટ

૪૮

''

લોધીકા

''

કચ્છ

રાપર

૪૨

મીમી

લખપત

''

મોરબી

મોરબી

૩૪

મીમી

ટંકારા

૩૫

''

માળીયામિંયાણા

૩૩

''

દેવભૂમિ દ્વારકા

 

 

ખંભાળીયા

૩૦

''

અમરેલી

અમરેલી

''

બગસરા

''

લીલીયા

''

વડિયા

''

સુરેન્દ્રનગર

ચોટીલા

મીમી

થાનગઢ

''

 

(11:40 am IST)