Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

માણાવદર, બાંટવા, ઉપલેટા, જુનાગઢ, મેંદરડા વિસ્તારની ૧ર ચોરીનો ભેદ ઉકેલાયોઃ ટોળકીના બે સાગ્રીતોની કબૂલાત

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :.. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દરસિંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વાર જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવ સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇ. ચા. પોલીસ ઇન્સ. આર. કે. ગોહીલ તથા પો. સ્ટાફ જુનાગઢ જિલ્લામાં ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયત્નશીલ હોય.

જુનાગઢ જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન માણાવદર ગૌતમનગર પાસે આવતા સાથેના પો. હેઙ કોન્સ. વી. કે. ચાવડા તથા પો. કોન્સ. સાહીલ સમાને હકિકત મળેલ કે, માણાવદર ગૌતમ નગરથી હડમતાળી મંદિર જવાના રસ્તે બેઠા પુલ પહેલા રોડની સાઇડે ઝૂંપડામાં રહેતા રવિ તુલસીભાઇ દેવીપૂજક એ પોતાના રહેણાંક ઝૂપડામાં ગે. કા. રીતે ચોરી અગર તો છળકપટથી મેળવેલ ચીજ વસ્તુ છૂપાયેલ છે અને આ ઝૂપડે હાલ રવિ તુલસી દેવીપૂજક અને બીજો એક ઇસમ હાજર છે. જે બન્ને સાથે મળી તેમની પાસે રહેલ ગે. કા. ચીજ વસ્તુ વેચવા માટે જવાના છે. તેવી હકિકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગૌતમનગર થી હડમતાળી જવાના રસ્તે બેઠા પુલ પહેલા રોડની પશ્ચિમે બાવળની કાંટમાં એક ઝૂપડુ આવેલ હોય અને ઝૂપડે બે ઇસમો હાજર હોય. જે બંને ઇસમો પોલીસને જોઇ દોડીને ભાગવા જતા સાથેના પો. સ્ટાફના માણસોએ તેમની પાછળ દોડી પકડી લીધા હતાં.

હસ્તગત કરેલ આરોપીઓ રવિભાઇ સા-ઓ તુલસી ઉર્ફે તરસી રાજાભાઇ સોલંકી દેવીપૂજક ઉ.ર૦ ધંધો મજૂરી રહે. માણાવદર લક્ષ્મીનગર પ્લોટ વિસ્તાર હડમતાળી મંદિરના રસ્તે મુળ ગામ શાપુર તા. વંથલી ચંદ્રેશ મહેશભાઇ હીરપરા પટેલ (ઉ.ર૧) ધંધો, કડીયાકામ રહે. જૂનાગઢ ઝાંઝરડા રોડ, સાઇબાબાના મંદિર સામે, અંકિત એપાર્ટમેન્ટ બીજ માળે પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ  સોનાનો કમળ કાંડી ચેન-૧, પેન્ડલ સાથેનો કિ. રૂ. ૧,૦૧,ર૦૦, સોનાની  મંગળના નંગ વાળી વીટી ૧, કિ. રૂ. ૬૦૯૦ સોનાનો નાકનો દાણો-૧ કિ. રૂ. ૬૦૦, ચાંદીના સાંકળા નંગ-ર, કિ. રૂ. ૮પ૦, ખોટા ચાંદી જેવા સીકકા નંગ-૪, કિ. રૂ. ૦૦,           ભારતીય ચલણી સિકકા-૧, રૂપિયા         નંગ-૪૯૦ કિ. રૂ. ૪૯૦, લેનોવો કંપનીનો મોબાઇલ/ ટેબલેટ નંગ ૧ કિ. રૂ.૧૦,૦૦૦/- ઇલેકટ્રીક પાણીની મોટર નંગ ૧ કિ. રૂ. ર૮૦૦, હીરો હોન્ડા સ્પલેન્ડર મો.સા.નંબર વગરની કિ. રૂ. ર૦,૦૦૦, રવિ સોલંકીની અંગ જડતીમાંથી બહારના દેશની વિદેશી ચલણી નોટ નંગ-૪ કિ.રૂ.૦૦ રવિ સોલંકીની અંગ જડતીમાંથી સાદો મો.ફોન પ કિ. રૂ.૧૦૦૦, ચંદ્રેશ મહેશભાઇની અંગ જડતીમાંથી સાદી મો.ફોન કિ. ૧૦૦૦, કુલ મુદામાલ કિ. રૂ.૧,૪૪,૦૩૦ મળેલ હતા.

આરોપી નં.૧, નાએ એકદા મહીના પહેલા જાંબુડા ગામેથી એક મકાનેથી સોનાનું પેન્ડલ તથા સોનાનો દોરો (ચેન તથા એક સોનાનો ઓમ તથા રોકડા રૂ.૩૦,૦૦૦ ની ચોરી કરેલ છે

આરોપી નં. ૧નાએ દશેક દિવસ પહેલા જાંબુડા ગામે હરીજનવાસ બાજુ આવેલ એક મકાનેથી એક સોનાનો દાણો તથા અને રોકડા ૩૦૦૦ તથા એક મોબાઇલની ચોરી કરેલ છે.

આરોપી નં.૧ નાએ દશેક દિવસ પહેલા માણાવદર મીતળી વાળા રસ્તે મુર્ધી વાળાની દુકાન આવેલ છે ત્યાં બપોરના આશરે સાડા અગીયાર વાગે  એક મકાનનું તાળુ તોડી તેમાંથી બે મોબાઇલ ફોન અને રોકડ રૂ.૪૦૦ તથા ચાંદીના સાંકળા નંગ-રની ચોરી કરેલ છે.

આરોપી નં. ૧નાએ દોઢેક વર્ષ પહેલા માણાવદર મહાદેવયિા મંદિર રોડ ઉપર બ્રિલીયન્ટ સ્કુલ પાસેએક મકાન આવેલ છે તે મકાનના દરવાજાનું તાળુ તોડી લોખંડના કબાટમાંથી એક સોનાનો ચેન તથા એક સોનાનુ પેન્ડલ વાળો ચેન તથા ચાંદિ જેવા સિક્કા નંગ-૯ તથા રોકડ રૂપિયા ૩પ,૦૦૦ થી રૂ.૪૦,૦૦૦ જેટલાની ચોરી કરેલ છે

આરોપી નં.૧ નાએ આશરે એકાદ વર્ષ પહેલા ગૌતમનગરમાં રામાપીરના મંદિરની નજીક એક મકાનના તાળા તોડી રૂમમાં રાખેલ લોખંડના કબાટમાંથી રોકડ ૧૦,૦૦૦ તથા બે જોડી ચાંદિના સાકળા તથા ચાંદીના નંગ-ર તથા સોનાનું પેન્ડલ ૧ તથા સોનાની વીટી નંગ-રની ચોરી કરેલ છે.

આરોપી નં.૧નાએ આશરે દોઢેક મહીના પહેલા માણાવદર સમશાન સામેના ભાગે પ્લોટમાં આવેલ એક મકાનેથી રોકડા રૂપિયા ૩૦,૦૦૦ થી રૂ.૩પ,૦૦૦ તથા બહારના દેશના સિકકા નંગ-૮ તથા બહારના દેશના પૈસાની નોટ નંગ-પ તથા રૂપિયાના સિક્કાની એક થેલી મળેલ હતી.

આરોપી નં.૧ તથા નં. રનાઓએ સાથે મળી આશરે દોઢેક વર્ષ પહેલા જુનાગઢ ઝાંઝરડા રોડ ગરનાળા નજીક એક સ્કુલ પાસે વોકળાના કાંઠે છેલ્લુ મકાન આવેલ છે તે મકાનના દરવાજાનું તાળુ તોડી રોકડા રૂપિયા ૩૦,૦૦૦ તથા કુકર નંગ-૩ તથા કાંડા ઘડીયાળા-૧ ચોરી કરેલ છે.

આરોપી નં.૧ તથા નં.ર)નાઓએ સાથે મળી આશરે બે અઢી વર્ષ પહેલા બાટવા ગામે બાયપાસ ઉપર ત્રણ રસ્તા પડે છે. ત્યાં એક રબારીની પતરા વાળી કેબીન આવેલ હતી. જે કેબીનમાંથી રોકડા રૂપિયા બે હજાર તથા વીમલ અને પાનમાવાની સોપારી તમાકુની ચોરી કરેલ હતી. આરોપી નં.૧)નાએ તથા બાબુ જેરામ સોલંકી રહે. માણાવદર હાલ-જામજોધપુર વાળાએ સાથે મળી આશરે એકાદ વર્ષ પહેલા માણાવદર સરકારી દવાનાનેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ છે.

આરોપી નં.૧)નાએ આશરે એકાદ વર્ષ પહેલા દશામાના વ્રતના ચાર પાંચ દિવસ અગાઉ માણાવદર સરકારી દવાખાનેથી સીડી હોન્ડા મોટર સાયકલની ચોરી કરેલ હતી. આરોપી નં.૧)નાએ તથા બાબુ જેરામ સોલંકી રહે. માણાવદર તથા વિનોદ રાણા રહે. વેરાવળ વાળાઓએ સાથે મળી આશરે આઠ નવ મહીના પહેલા માણાવદર હીરોના શો-રૂમની પાછળ આવેલ સ્કૂલમાંથી પંખા નંગ-૭ તથા બે કાંડા ઘડીયાળ તથા રૂપિયાના સિક્કાઓની ચોરી કરેલ છે.  આરોપી નં.૧)નાએ તથા કમો ઉર્ફે વિરમ સાગર દેવીપૂજક રહે. માણાવદર વાળાએ સાથે મળી આશરે બે અઢી મહીના પહેલા માણાવદર રઘુવીરપરામાં મામા દેવના મંદિર આગળ એક મકાનમાંથી વાસણની ચોરી કરેલ છે.  આરોપી નં.૧) નાએ ગઇ સાતમ આઠમ ઉપર માણાવદર રઘુવીરપરામાં એક મકાનમાંથી રોકડા રૂ.પ૦૦૦ની ચોરી કરેલ છે.  આરોપી નં.૧) નાએ તથા બાબુ જેરામ સોલંંકી રહે. માણાવદર તથા વિનોદ રાણા રહે. વેરાવળ વાળાઓએ સાથે મળી આશરે બે અઢી મહિલા પહેલા, માણાવદર મીતળી રોડ ઉપર આવેલ ત્રણ કારખાનામાંથી વાયરની તથા પાણીની મોટરની ચોરી કરેલ છે.

આરોપી નં.ર)નાએ આશરે દોઢેક વર્ષ પેલા જુનાગઢ ઝાંઝરડા ચોકડીએ આવેલ કલ્પ હોસ્પિટલના પાર્કીંગમાંથી સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હતી. આરોપી નં.ર)નાએ આશરે બે અઢી વર્ષ પહેલા જુનાગઢ ઝાંઝરડા રોડ સાઇબાબાના મંદિર સામેની ગલીમાં આવેલ સોસાયટીમાંથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી કરેલ છે.  આરોપી નં.ર)નાએ આશરે દોઢક વર્ષ પહેલા જુનાગઢ ગીરીરાજ રોડ ઉપર ટ્રાવેલ્સ ઉભી રહે છે ત્યાંથી એક સીડી હોન્ડા મોટર સાયકલની ચોરી કરેલ છે. આરોપી નં.ર)નાએ આશરે ચાર-પાંચ મહીના પહેલા ઉપલેટા મચ્છી વેચે છે ત્યાં એક ચોક આવેલ છે ત્યાં પાનાના ગલ્લા પાસેથી એક સુઝુકી મોટર સાયકલની ચોરી કરેલ. આરોપી નં.ર) નાએ આશરે દોઢેક વર્ષ પહેલા મેંદરડા સાત વડલા પાસેથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હતી અને આ મોટર સાયકલ ત્યાં બાજુની જ ગલીમાં મૂકી દીધેલ હતી. આરોપી નં.ર)નાએ આશરે સાડા ત્રણેક વર્ષ પહેલા ઝાંઝરડા રોડ પેટ્રોલ પંપ પહેલા સીમેન્ટની દુકાન આવેલ છે તે ગલીમાં એક મકાનમાં ઉપરના ભાગે ઓરડી આવેલ છે. તેમાંથી રોકડા ૧પ,૦૦૦ તથા સોના દાગીનાની ચોરી કરેલ. આરોપી નં.ર)નાએ આશરે દોઢેક વર્ષ પહેલા બાયપાસ ઉપર નવા બનતા ૧૩ માળીયા બિલ્ડીંગમાંથી પીતળના વાલ અને વાયરની ચોરી કરેલ હતી.  આરોપી નં.ર)નાએ આશરે પોણા બે વર્ષ પહેલા વાડલા ફાટક પેટ્રોલ-પંપ પાસે, મેલડીમાના મંદિરની આગળ વાડીમાંથી વાયરની ચોરી કરેલ છે.

આરોપી નં.ર)નાએ આશરે એકાદ વર્ષ પહેલા ધંધુસર અને નાંદરખી ગામની વચ્ચે આવલ એક વાડીમાંથી ટેબલ પંખો અને વાયરની ચોરી કરેલ.

આરોપી નં.ર)નાએ આશરે એકાદ વર્ષ પહેલા નાંદરખી ગામે ગટરના કાંઠે આવેલ સ્કૂલમાંથી લોખંડનો ભંગાર ચોરીની કરેલ. આરોપી નં.ર)નાએ આશરે પાંચ છ મહિના પહેલા માણાવદર ડેમના કાંઠે આવેલ પાતાળ કુવાની બાજુમાંથી વાયરની ચોરી કરેલ. આરોપી નં.ર)નાએ આશરે આઠ નવ મહિના પહેલા જુનાગઢ પ્લાસવા ગામમાં મામા દેવના મંદિરની પાસે એક વાડીમાંથી વાયર અને ભંગારની ચોરી કરેલ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા પો.હેડ કોન્સ. એસ.એ. બલીમ, વી.કે. ચાવડા, નિકુલ એમ. પટેલ, વી.એન. બડવા તથા પો.કોન્સ. સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદીપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, યશપાલસિંહ જાડેજા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, ભરતભાઇ ઓડેદરા, જીતેષ મારૂ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી હતી.

(11:39 am IST)