Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગોંડલના ખૂનના ગુન્હામાં પકડાયેલ સુરતની મહિલા રાજકોટના બે ગુન્હામાં પણ સામેલ : જૂનાગઢ પોલીસે પોલ ખોલી નાખી

જુનાગઢ,તા.૧૯ : તાજેતરમાં જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તાજેતરમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ખૂન ગુનામાં પકડાયેલ આરોપી પ્રવિણાબેન પાણખાણીયા ઉવ. ૩૫ રહે. વરાછા રોડ, સુરતની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પકડાયેલ આરોપી પ્રવિણાબેન ઉર્ફે મધુબેન શામજીભાઈ દેવજીભાઈ પાણખાણીયા  ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈ ગુન્હામાં પકડાયેલા નહીં હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, ક્રાઇમ બ્રાન્ચ ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના  ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ લોકલ કરાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, તથા સ્ટાફના પો.કો. યશપાલસિંહ, વિક્રમભાઈ, સાહિલભાઈ, ડાયાભાઇ, મહિલા પો.કો. વીણાબેન, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા  પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણાબેન ઉર્ફે મધુબેન શામજીભાઈ દેવજીભાઈ પાણખાણીયા  ૨૦૧૯ ની સાલમાં રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જુગારના ૦૧ કેસમાં, ૨૦૨૦ ની સાલમાં પણ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જુગારના ૦૧ કેસમાં, તેમજ સને  ૨૦૨૦ ની સાલમાં જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગના ૦૧ મળી,  કુલ ૦૩ કેસમાં/ગુન્હાઓમાં પકડાયેલ આંતરજિલ્લા આરોપી હોવાની વિગતો જાણવા મળેલ  હતી. ખુનના ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણાબેન ઉર્ફે મધુબેન શામજીભાઈ દેવજીભાઈ પાણખાણીયા પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી  આંતર જિલ્લા આરોપી નીકળેલ હતી અને  પોકેટ કોપ એપ્લિકેશન  દ્વારા આરોપીની  પોલ ખોલી નાખતા, ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતી અને લુલો બચાવ પણ કરવા લાગેલ હતી

આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

(11:29 am IST)