Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઉમિયાધામ સીદસર મંદિરના દ્વાર ખુલતા ભાવિકોમાં ખુશીનો માહોલ

મંદિર તો ખુલ્યું પણ ડાઇવર્ઝન કમરતોડ ઝટકા આપે છે એનું શું?: શ્રદ્ધાળુએ માતાજીના દર્શનનો લાભ લીધો

મોટી પાનેલી,તા. ૧૯: જામજોધપુર તાલુકાના સીદસર મુકામે વેણુ નદીના કાંઠે આવેલ પ્રસિદ્ઘ અને ભવ્ય માં ઉમિયા નું ધામ લોકડાઉન બાદ છ માશ પછી મંદિરના દ્વાર ખુલતા ભકતજનો માં ખુશીનો માહોલ છવાયો છે નવરાત્રીના માં ના પ્રથમ નોરતે લગભગ બે હજાર જેટલાં શ્રદ્ઘાળુઓ એ માતાજીના દર્શનનો લાભ લીધો હતો શ્રદ્ઘાળુઓ માટે મંદિર સવારથી સાંજ સુધી ખુલ્લું રહેશે જોકે હજુ પણ કોરોના સંક્રમણ ને લીધે મંદિર પ્રસાસન દ્વારા પૂરતી તકેદારીના ભાગ રૂપે ભોજન પ્રસાદ બંધ રાખેલ છે સાથેજ દરેક યાંત્રિકો નું થર્મલગન થી ચેકઅપ તેમજ સેનેટાઇઝ અને માસ્ક પહેર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે મંદિર તો ખુલી ગયું છે પરંતુ પાનેલીથી મંદિર તરફ જતા આવેલ એક કિલોમીટર નો ડાઈવર્ઝન કમરના મણકા ખેડવી દયે એટલો ખરાબ છે આ એક કિલોમીટર કાપતા પંદર મિનિટ જેટલો સમય લાગે છે આખો રસ્તો કાચો અને ઠેક ઠેકાણે ઉબડ ખાબડ વાળો હોય શ્રદ્ઘાળુઓ માં ભારે નારાજગી જોવા મળેલ તાત્કાલિક આ ડાઈવર્ઝન રીપેર થાય તેવી લોકોની માંગ ઉઠી છે.

(10:54 am IST)