Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ધોરાજીમાં નવરાત્રિના બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર ફરી એન્ટ્રી બે ઇંચ વરસાદ નોંધાયો: ખેડૂતોમાં ચિંતા વધી

ધોરાજી: ધોરાજીમાં આજરોજ ભારે બફારા બાદ અચાનક બપોરે 2. 45 કલાકે ભારે વરસાદ શરૂ થતા સમગ્ર ધોરાજી પંથકમાં ઠંડક પ્રસરી હતી પરંતુ નવરાત્રિના બીજા દિવસે આ પ્રકારે વરસાદ આવતા લોકોમાં ચિંતા પણ ફેલાઈ ગઈ છે અને હાલમાં ખેડૂતો પણ પોતાની મગફળી બહાર કાઢી હોય અને અચાનક વરસાદ આવતા મગફળી પણ  કાળી પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે
   ધોરાજીમાં તેમજ આજુબાજુના પંથકમાં આજરોજ સવારથી ભારે બફારા બાદ હાલના સમયે અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો હતો
   હાલમાં ખેડૂતો ની મગફળી બહાર કાઢેલી હોય અને અચાનક જ વરસાદ આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે કાતો મગફળી કાળી પડી જશે અથવા તો તાત્કાલિક યોગ્ય જગ્યાએ લઈ જવા માટે પણ સમય ન રહેતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે

  હાલમાં નવરાત્રિના સમયમાં ઠંડીનું વાતાવરણ હોય પરંતુ મેઘરાજા આ વિસ્તારનો પીછો છોડતા નથી એ પ્રકારે સિઝન કરતાં ડબલ વરસાદ થઇ ગયો છે અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ 1466 મી.મી. એટલે કે સિઝનનો કુલ 72 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે હવે તો કામ્યા કરે તેવું પ્રજા ભગવાન પાસે પ્રાર્થના કરી રહી છે

(8:47 pm IST)