Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગર એલસીબીએ તળાજાના મારમારીના ગૂન્હામાં વોન્ટેડ આરોપીને ઠળીયા ગામના બસ સ્ટેન્ડમાંથી ઝડપ્યો

 

ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે. વિસ્તાનરમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળેલ કે,મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નં.૨૫૧/૨૦૧૮ .પી.કો. કલમ ૩૩૭,૫૦૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હરેશભાઇ શાંતીભાઇ વાળા ( રહે.મહુવા હાલ જાલવદર, તા.તળાજા) વાળો પોપટી કલરનો શર્ટ અને બ્લુ કલરનુ પેન્ટ પહેરીને ઠળીયા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા તળાજાના ઠળીયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક ઇસમ જોવામાં આવતા તેનુ નામઠામ પુછતા હરેશભાઇ શાંતીભાઇ વાળા (..૨૨ )ધંધો -હેર કટીંગનો (રહે.મહુવા હાલ જાલવદર, તા.તળાજા )વાળો હોવાનુ જણાવેલ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે મહુવા પો.સ્ટે. ગુન્હો નોધાયેલ હોયઆરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે તળાજા પો.સ્ટે. ભાવનગરને સોપી આપેલ છે.

(1:01 am IST)