Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જૂનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદ: અનેક ઘરોના છાપરા ઉડ્યા :માંગરોળમાં વરસાદી માહોલ :ખેડૂતોમાં ચિંતામાં મુકાયા

તૈયાર થયેલી મગફળી હજુ ખેતરમાં પડી છે. ત્યાંજ વાતાવરણ પલટાંતાં ખેડૂતોને ચિંતા

જૂનાગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે થયેલા વરસાદથી અનેક ઘરના છાપરા ઉડી ગયા હતા. ખેડૂતોની તૈયાર થયેલી મગફળી ખેતરમાં જ પડી રહી છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

માંગરોળ પંથકમાં ફરીવાર વાતાવરણમાં આવ્યો છે. અસહ્ય બફારા બાદ ગાજવીજ સાથે વરસાદી માહોલ સાથે અમીછાંટણા થયા હતા. ખેડૂતોની તૈયાર થયેલી મગફળી હજુ ખેતરમાં પડી છે. ત્યાંજ વાતાવરણ પલટાંતાં ખેડૂતોમાં ફરીવાર ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

 
 
   
(8:23 pm IST)