Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કોટડા સાંગાણીમાં દેશીદારૂની ભઠ્ઠી ઉતર સ્ટેટ વિજીલન્સના દરોડા

૩૪પ લીટર દેશીદારૂ અને ૧રપ૦ લીટર આથા સાથે ૪ ની ધરપકડ

રાજકોટ તા.૧૯ : કોટડાસાંગાણીમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડે દરોડા પાડી દેશીદારૂ અને આથાના જથ્થા સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતા.કોટડાસાંગાણીમાં નદી કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સ્ટેટ વિજીલન્સ સ્કવોડના પી.એસ.આઇ. રવિરાજસિંહ જાડેજા તથા ટીમે દરોડો પાડી ૩૪પ લીટર દેશી દારૂ તેમજ ૧રપ૦ લીટર આથાના જથ્થા સાથે બુટલેટર વિજય કોળી, ગોવિંદ અરજણ સોલંકી, અરવિંદ ધીરૂ કોળી તથા વિનોદ કોળીની ધરપકડ કરી કોટડાસાંગાણી પોલીસના હવાલે કર્યા હતા.

(3:26 pm IST)
  • વડાપ્રધાનપદ માટે નરેન્દ્રભાઇ આજેય સૌથી લોકપ્રિય નેતા સર્વેમાં બીજુ કોઇ તેમની આસપાસ પણ આવતુ નથીઃ આઇએનએસ - સીવોટરના સર્વેનું તારણ access_time 4:04 pm IST

  • દિલ્હીમાં ધારાસભા અધ્યક્ષ રામનિવાસ ગોયલ સહિત 5 આરોપીઓને 6 માસની જેલ : 2015 ની સાલમાં ચૂંટણી સમયે મતદારોને બાટવા માટે ઘરમાં બ્લેન્કેટ અને શરાબ છુપાવ્યાંની શંકાથી ભાજપ આગેવાનના ઘરમાં ઘુસી તલાસી લીધી હતી access_time 8:10 pm IST

  • ઉત્તરાખંડે અભૂતપૂર્વ પગલુ ભર્યું : ઉત્તરાખંડ સરકારે ૧ વર્ષ માટે રાજયમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ડીસ્ટ્રીબ્યુશન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. access_time 4:03 pm IST