Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગીર અભયારણ્ય હવે બનશે પ્લાસ્ટીક મુકત

પ્રવાસીઓના પ્રવેશવાના સમયમાં વનવિભાગ દ્વારા ઋતુ મુજબ થશે ફેરફાર : કયૂઆર કોડના ઉપયોગથી રીપોર્ટીંગ માત્ર ૧૫ મીનીટમાં થતા પ્રવાસીઓના સમયની થશે બચત

જૂનાગઢ,તા.૧૯: એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગીર અભયારણ્ય છે. એશીયાઈ સીંહ એ ફકત ગીર કે જૂનાગઢની જ નહી પરંતુ વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. ચાર મહિનાના વેકેશન તા.૧૬થી વિધિવત રીતે ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સાસણમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી સિંહ દર્શન માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે વનવિભાગ દ્વારા પ્રવાસીઓને વધુ સવલત મળી રહે તથા અભયારણ્ય પ્લાસ્ટિક મુકત બને એ માટે કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટમાં કયુ આર કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓને રિપોર્ટિંગ કરવામાં જે બે થી અઢી કલાકનો સમય લાગતો હતો તે ૧૫ થી ૨૦ મિનિટનો જ સમય લાગશે. ગીર ઓનલાઇન બુકિંગ વેબસાઈટઙ્ગને રીવેમ્પ  કરવામાં આવી છે. જેથી તેમાં સ્પીડમાં વધારો કરવામાં આવેલ છે. સાથે જ પ્રવાસીઓના ફીડબેક ના આધારે પ્રવાસીઓને પ્રવેશવાના સમયમાં શિયાળાની ઋતુ અને ઉનાળાની ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે.આ અંગે તંત્રની સતાવાટ યાદીમાં જણાવ્યા મુજબ ૧૬ ઓકટોબર થી ૨૮ ફેબ્રુઆરી સુધી પ્રથમ ટ્રીપ નો સમયગાળો ૬-૪૫ થી ૯-૪૫ ૯ કલાક સુધી, બીજી ટ્રીપનો સમય ગાળો ૮-૩૦ થી ૧૧-૩૦ કલાક સુધી, ત્રીજી ટ્રીપ નો સમય ગાળો ૧૫-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાક સુધી રહેશે. જયારે ૧ માર્ચથી ૧૫ જૂન સુધી પ્રથમ ટ્રીપનો સમયગાળો  ૬-૦૦કલાક થી ૯-૦૦ કલાક સુધી, બીજી ટ્રીપનો સમયગાળો સાડા ૮-૩૦થી ૧૧-૩૦ કલાક સુધી, ત્રીજી ટ્રીપ નો સમયગાળો ૧૬-૦૦ કલાકથી ૧૯-૦૦  કલાક સુધીનો રહેશે. ગીર મુલાકાતે આવનાર પ્રવાસીઓને વધુ સારી રીતે ગીર અને વન્ય પ્રાણીઓ વિશે માહિતી આપી શકાય તે માટે ઈકો ગાઈડ ને પાંચ દિવસીય તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગીર જંગલ ટ્રેઈલમાં પ્રવાસીઓને જંગલ મુલાકાત માટે લઈ જતી જિપ્સીનું મોનીટરીંગ જીપીએસ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે જેને અપડેટ કરવામાં આવી છે. ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધઙ્ગ કરવામાં આવેલ હોય પ્રવાસીઓને સિંહ સદન ખાતે થી પ્લાસ્ટિકની બોટલની જગ્યાએથી થર્મોઈન્સયુલેટેડ પાણીની બોટલ કેમ્પસમાં સ્ટોલ પરથી આપવામાં આવશે. આ ઉપરાંત રિસાયકિલંગ મશીન દ્વારા પ્રવાસીઓ સાથે લાવેલ સીંગલ યુજ પ્લાસ્ટીક બોટલનુ નું રિસાયકિલંગ માટે મોકલવામાં આવશે.

(1:05 pm IST)