Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્નાતકની પરીક્ષામાં ૪૮ કોપી કેસ

આજથી માસ્ટર ડિગ્રીની પરીક્ષાનો પ્રારંભઃ વહેલી તકે પરીણામો જાહેર થશેઃ કુલપતિ પ્રો. (ડો.) ચેતન ત્રિવેદી

જુનાગઢ,તા.૧૯: નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢની સ્નાતક કક્ષાની સેમેસ્ટર ૩ અત્ત્।ે ૫ ની મોટાભાગની પરીક્ષાઓ આજરોજ પૂર્ણ થઈ છે. જેમાં સાત દિવસ દરમ્યાન સેમેસ્ટર ૩ અને પ માં કુલ ૧૨ જેટલા કોર્ષની પરીક્ષાઓ લેવામાં આવી અને ૩૫૬૧૩ જેટલા વિધાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી. આ સાત દિવસ દરમ્યાન અલગ અલગ ૬૪પરીક્ષા કેન્દ્રો ઉપર કાર્યદક્ષ અઘ્યાપકોની ૩૨ જેટલી સ્કવોડ મુકવામાં આવી હતી, સાથ સાથે સરકાર નિયુકત ઈ.સી. મેમ્બર્સની ફલાઈગ સ્કવોડ કાર્યરત હતી. યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા સતત અને ઝીણવટભર્યું મોનીટરીંગ પણ કરવામાં આવી રહયું છે. યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. (ડોં.) ચેતનભાઈ ત્રિવેદીના સતત અને સખત હકારાત્મક પ્રયાસોથી પરીક્ષા સુધારણારૂપે સાત દિવસ દરમ્યાન કુલ ૪૮ કોપીકેસ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ચોરી થતી અટકાવવામાં પણ ભારે સફળતા મળી હતી. સ્નાતક કક્ષાની પરીક્ષાના આજે છેલ્લા દિવસે કુલ ૧૦૭૩૭ માંથી ૧૫૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયાં હતાં અને નગરપાલિકા કોલેજ કોડીનાર ખાતે મનોવિજ્ઞાન વિષયમાં ર કોપીકેસ નોધાયા હતાં. સ્નાતક કક્ષાની પરીક્ષામાં હવે માત્ર બીબીએ સેમેસ્ટર-૩ ના ઈલેકટીવ સબજેકટના જ પેપર્સ બાકી રહયા છે.

આજથી ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમેસ્ટર ૧ અને ૩ માસ્ટર ડીગ્રીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેમાં કુલ ૪૦૧૪ જેટલા વિધ્યાર્થીઓ પરીક્ષા આપશે. એમ.એ., એમએસ.સી., એમ.કોમ., એલએલ.એમ., એમ,.આર.એસ., એમએસ.સી. (આઈ.ટી તથા હોમસાયન્સ), પીજીડીસીએ જેવા નવ કોર્ષની પરીક્ષા આવતી કાલથી ૧૧ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવશે. તમામ કેન્દ્રો ઉપર સ્કવોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા પરીક્ષા સુધારણાના ભાગરૂપે બાજ નજર રાખવામાં આવશે. પેપર્સનું તટસ્થતાપૂર્વક વિદ્વાન અઘ્યાપકો દ્વારા મૂલ્યાંકન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તમામ પરીક્ષાઓના પરીણામો પણ વહેલી તકે જાહેર કરી દેવામાં આવશે તેવું અંતમાં કુલપતિ પ્રો. (ડો.) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.

(1:05 pm IST)