Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ઉપલેટા સમસ્ત મેમણ જમાતના પ્રમુખ તરીકે ચુટાતા હાજી હનીફભાઇ કોડી

ઉપલેટાઃ સમસ્ત મેમણ જમાત ઉપલેટાની કારોબારીની રચના થયેલ જેમા નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામા આવેલ.જેમાં સદાય સેવાકીય બાબતો તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા તથા ભાઈચારાની ભાવનાવાળા હાજી હનીફભાઈ કોડી ના નામની પ્રમુખપદ માટેની દરખાસ્ત માજી પ્રમુખ ભોલાભાઈ ધોરજીવાલા એ કરેલ. જેને મતીનભાઈ હડફા એ ટેકો જાહેર કરેલ ત્યારબાદ હાજર સર્વે સભ્યોએ સર્વાનુમતે પસાર કરેલ અને સેક્રેટરી માટે ફરીથી ભોલાભાઈએ હાજી સલીમભાઈ સાબુવાળાની દરખાસ્ત મૂકેલ જેને તૌફીકભાઈ બકાલીએ ટેકો જાહેર કરેલ ત્યાર બાદ હાજર સર્વે સભ્યોએ સર્વાનુમતે પસાર કરેલ ઉપપ્રમુખ પદે હાજી અશરફભાઈ જુમાણી અને અયુબભાઈ કટલેરી વાળાની સર્વાનુમતે વરણી કરવામા આવેલ અને જોઇન્ટ સેક્રેટરી પદે જાવીદભાઈ ભોજાણી અને જુબેરભાઈ ધરારની પણ સર્વાનુમતે વરણી કરવામા આવેલ ફૈસલા કમિટિના ચેરમેન તરીકે મતીનભાઈ હડફાની સર્વાનુમતે વરણી થયેલ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તૌફીકભાઈ બકાલીની સર્વાનુમતે વરણી થયેલ કોલોની સમિતિના ચેરમેન તરીકે ફરીથી વાહિદભાઈ કોડીની સર્વાનુમતે વરણી થયેલ બાંધકામ સમિતિ માટે હાજી અશરફભાઈ જુમાણીની સર્વાનુમતે વરણી થયેલ કબ્રસ્તાન કમિટિના ચેરમેન તરીકે અખ્તરભાઈ ચણાની સર્વાનુમતે વરણી થયેલ આ તમામ હોદ્દેદારોને સમસ્ત મુસ્લિમ સમાજ તથા અન્ય તમામ હિન્દૂ સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલઃભરત દોશી.ઉપલેટા)

(12:10 pm IST)