Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પોરબંદરમાં શંકાસ્પદ ૨ શખ્સો ૫ ચોરાઉઃ મોબાઇલ સાથે ઝડપાયા

પોરબંદર,તા.૧૯: અહીં શંકાસ્પદ ૨ શખ્સોની પોલીસ ઝડપી લેતા ચોરાઉ ૫ મોબાઇો મળી આવ્યાં હતા. બન્ને શખ્સોએ ર સ્થળે ચોરી કર્યાની કબુલાત હતી.

પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલએ પોરબંદર જીલ્લાના મિલ્કત સંબંદ્યી ગુન્હા શોધી કાઢવા અને તેના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી એલસીબી ઇન્ચાજ પીઆઇર્  એચ.એન.ચુડાસર્માં ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો છાયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન છાયા ચાર રસ્તા પાસેથી બે શંકાસ્પદ ઇસમો જેમા (૧) શકીલ ઉર્ફે બેરો હુશૈનભાઇ લાખા ઉ.વ.૨૧ રહે.કુંભારવાડા શેરી નં.૨૯ (૨)  શકીલ ઉર્ફે મુલો રજાકભાઇ મકરાણી ઉ.વ.૧૯ રહે. તકીયા બુખારી શાહપીરની દરગાહ પાસે વાળાઓ હોવાનુ જણાવેલ, બન્ને ઇસમોની અંગ ઝડતીમાથી (૧) જીઓ કંપનીનો કાળા કલરનો કીપેઇડ વાળો મો.ફોન-૧ (૨)  એમઆઇ કંપનીનો ગોલ્ડન કલરનો મો.ફોન-૧ (૩)   એમઆઇ કંપનીનો કબુતરી કલરનો ફોન-૧ (૪) જીઓ કંપનીનો કાળા કલરનો કીપેઇડ વાળા મો.ફોન-૨ મળી કુલ મોબાઇલ નંગ-૫ મળી આવેલ જે મો.ફોનના બીલ કે આધાર માંગતા નહી હોવાનુ જણાવતા સદર મોબાઇલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા સદર મોબાઇલ નંગ-૫ ની કિ.રૂ.૬૨૦૦/- ગણી કબ્જે કરેલ,

બન્ને ઇસમોને પોકેટકોપ મોબાઇલફોન ની મદદથી મજકુરના નામ સર્ચ કરતા મજકુર શકીલ ઉર્ફે બેરો અગાઉ પણ પોરબંદર શહેરમા ચોરીના ગુન્હાઓમા પકડાયેલ હોવાનુ જાણવા મળેલ જેથી બન્ને ઇસમોની ઉડાણ પુર્વક પૂછપરછ કરતા પોતાની પાસેથી મળી આવેલ સદર મોબાઇલ ફોન નંગ-૩ ત્રણેક દિવસ પહેલા પોરબંદર છાંયા નીલકંઠ મહાદેવના મંદિર પાસે આવેલ મકાનમાંથી તથા મોબાઇલ ફોન-૨ આજથી આશરે ત્રણેક દિવસ પહેલા આઇસ ફેકટરીમાથી રાત્રિના સમયે અંદર દ્યૂસી ચોરી કરેલાનુ જણાવેલ હોય જેથી કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.ન. ફસ્ટ ૯૬/૧૯ ઇ.પી.કો.ક.૪૫૪,૪૫૭,૩૮૦ તથા ઉધોગનગર પો.સ્ટે.ગુ.ર.ન.ફ્સ્ટ ૫૧/૧૯ ઇ.પી.કો.ક. ૪૫૭ મુજબના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.ના પીઆઇ એચ.એન.ચુડાસમા તથાઙ્ગ એ.એસ.આઇ. આર.પી. જાદવ, તથા પો.હેડ કોન્સ. બી.એલ. વિંઝુડા, કે.બી.ઓડેદરા, આર.એસ.ચાઉ, આર.એ.દયાતર, જી.એસ. મકવાણા, તથા પો.કોન્સ. દીલીપભાઇ જેઠાભાઇ વિગેરે રોકાયેલ હતા.

(12:08 pm IST)