Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પોરબંદર છાંયા પાલિકા વોર્ડની પેટા ચૂંટણીમાં મતદાન માટે કર્મચારીઓને રજા આપવા હુકમ

પોરબંદર તા. ૧૯ :.. રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગરના ઉકત વંચાણે લીધા-૧ ના અખબારી યાદીથી મહાનગરપાલીકાઓ, નગરપાલીકઓની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ અત્રેના પોરબંદર જિલ્લામાં છાંયા નગરપાલિકાના વોર્ડ નં. ૬ ની ત્રીજી બેઠકની પેટા ચૂંટણી આગામી તા. રર મંગળવારના રોજ યોજાનાર છે.

વિવિધ સંસ્થા કચેરીના કર્મચારીઓને મતદાન કરી શકે તે માટે રજા આપવા હુકમ કરવામાં આવેલ છે.

ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજય સંસ્થાઓમાં ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીય અને ખાનગી બેંકો, સહકારી બેંકો અને રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરી, રેલ્વે, ટેલીફોન, તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો, વાણીજય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગીક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ, કચેરીઓ તા. રર મંગળવારનો દિવસ કામકાજનો ચાલુ દિવસ હોઇ, આ સંજોગોમાં આવી કચેરીઓ, સંસ્થાઓના કર્મચારીઓ, કામદારો, પોતાના મતાધિકારીથી વંચિત ન રહે તે માટે તા. રર-૧૦-૧૯ ને મંગળવારના દિવસે ઉકત સ્થાનીક સ્વરાજયની સંસ્થા છાંયા નગરપાલિકા વોર્ડ નં. ૬ ની ત્રીજી બેઠકની પેટા ચૂંટણી માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સ્થાનીક રજા જાહેર કરવા વ્યવસ્થા કરવા હુકમ કરવામાં આવેલ છે તે મુજબ કર્મચારીઓ, કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડીક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં, બદલીમાં મંગળવારને તા. રર મતદાનના દિવસે રજા આપવામાં આવે. તેમ ડી. એન. મોદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરની યાદીમાં જણાવાયું છે.

(12:05 pm IST)